રાજ્ય સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજનામાં ચાલુ વર્ષમાં જામનગર જિલ્લામાં કુલ ૩૯ કેસ મંજૂર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર માસમાં ૩૮૦ બાળકોને રૂપિયા ૧૨ લાખની સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષમાં કુલ રૂપિયા ૭૭.૪૦ લાખની સહાય બાળકોના બેંકખાતામાં જમા કરવામાં આવી છે. ચિલ્ડ્રન હોમના બાળકોને પણ પુન:સ્થાપન માટે સહાય આપવામાં આવે છે.
એપ્રુવલ કમિટીની આ બેઠકમાં જિલ્લા બાળ સમાજ સુરક્ષા અધિકારી સમીર પોરેચા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો