મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • ભારત-ચીન વચ્ચે સરહદ-વેપાર મામલે એક તરફ તણાવ છે બીજી બાજુ આપણે ચીનને ૩૫૦૦૦ ટન સિંગટેલ મોકલાવ્યું. જેના કારણે ગુજરાતમાં ડબ્બાનો ભાવ રૂપિયા ૨૫૦૦ ને પાર, રૂપિયા ૩૫૦ નો ભાવવધારો ઝીંકાયો! મગફળીનું ઓછું ઉત્પાદન છતાં જંગી નિકાસ: ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં ૧૦ ટકાનો, સિંગતેલના ભાવમાં ૩૦ ટકાનો વધારો: સરકાર જો દરમિયાનગિરી નહીં કરે તો ગુજરાતીઓએ રૂપિયા ૩૦૦૦ નો સિંગતેલનો ડબ્બો ખરીદવો પડશે: સ્ટોક નિયંત્રણની માંગ
  • અમદાવાદ-કેવડિયા વચ્ચે જે સી-પ્લેન ને દોડાવવામાં આવશે તે પ્લેન ૧૯૭૧ માં કેનેડાની કપંનીએ બનાવેલું
  • ગેલના આગમનથી પંજાબની ટીમે ગેમ બદલી: પ્રથમ ૭ માંથી માત્ર ૧ મેચ જિત્યા પછી, પંજાબે સતત પાંચ વિજય પ્રાપ્ત કર્યો: આઇપીએલના પોઇન્ટ ટેબલમાં ટોપ-ફોરમાં
  • ઇંગ્લેન્ડમાં ૨૨૦૦ તબીબોએ ત્યાંના પીએમને પત્ર લખ્યો: હજારો પરિવાર બેકાર, ૪૦ લાખ ગરીબ બાળકોને મફતમાં ભોજન આપો
  • બિહાર પેટાચૂંટણી:પ્રથમ તબક્કામાં ૭૧ બેઠકો પર મતદાન ૨૮ ઓકટોબરે:પીએમ મોદી બાજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ માટે આ પ્રથમ ચૂંટણી (વિધાનસભા)
  • અમદાવાદના વેજલપુરમાં ગરબારમી રાત્રે ૩ વાગ્યે ઘરે પરત ફરેલી પરણિતા પર શંકા કરી પતિએ એસિડ છાંટયંુ: પત્નીની ઉંમર ૫૦ વર્ષની છે. ત્રણ સંતાનો છે. પતિએ આગલા દિવસે પત્નીને જાહેરમાં માર પણ મારેલો. પતિનું નામ બાબુ ઠાકોર પત્નીનું નામ શારદાબેન
  • વિધૂર અથવા છૂટાછેડા મેળવેલાં ઘણાં પૂરૂષો પોતાના સંતાનોના ઉછેરની જવાબદારી એકલાં (સિંગલ પેરન્ટ) સંભાવતા હોય છે. કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ આ પ્રકારના સિંગલ પેરન્ટ હોય તેમને ચાઇલ્ડ કેર લીવી (સીસીએલ) આપવામાં આવશે આ ઉપરાંત તેમને લીવ ટ્રાવેલ એલાઉન્સનો પણ લાભ મળશે
  • પહેલી નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીનો પ્રારંભ થશે. હિમાચલ પ્રદેશના કેલોંગમાં સોમવારે સિઝનના પ્રથમ હિમવર્ષા થઈ. આગામી ચાર દિવસ ગુજરાતમાં લઘુતમ તાપમાન ૨૦-૨૨ ડિગ્રી અંદર જશે. છેલ્લાં ૨૪ કલાકમાં લાહૌલ, સ્થિતિ, કુલ્લુ, ચમ્બા, શિમલા જિલ્લામાં પણ હિમવર્ષા થઇ કેલોંગમાં તાપમાનનો પારો માઇનસ ૧ ડિગ્રી થયો છે.
  • ટાટા મોટર્સે નિરાશાજનક ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા: આવકમાં ૧૮ % નો ઘટાડો: કોરોના મહામારી અને લોકડાઉનને પગલે ઓફિસ અને મેન્યૂફેકચરિંગ બંધ રહેતાં આવકમાં ઘટાડો
  • યાત્રાધામ દ્વારકાની હેરિટેજ ગાયકવાડ લાયબ્રેરીની હાલત ખરાબ: અતિ પ્રાચિન પુસ્તકો ધરાવતી આ લાયબ્રરીને દેખરેખ યોગ્યરીતે ન કરતાં ખખડધજ હાલતમાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...