તસવીર : ઇસ્માઇલ શેખ દ્વારકા પ્રવાસ પૂર્ણ કરી ગાંધીનગર પરત ફરી રહેલાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે ગુરૂવારે જામનગર એરપોર્ટ ખાતે ૧૦ મિનીટનું ટૂંકુ રોકાણ કર્યું હતું. કલેકટર ડો.સૌરભ પારધી, કમિશનર વિજય ખરાડી, ડીડીઓ મિહિર પટેલ તથા એસપી દીપન ભદ્રનએ મુખ્યમંત્રીને વેલકમ કહ્યા પછી ભાજપાના અગ્રણીઓએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. આ તકે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ભાજપાના ત્રણ મહામંત્રીઓ વગેરે હાજર રહ્યા હતાં. મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા જોડાયા હતાં. ટૂંકી મુલાકાત બાદ બંને મહાનુભાવો હવાઇમાર્ગે ગાંધીનગર જવા રવાના થયા હતાં.