ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપા સરકારની ગુન્હાહિત બેદરકારીને પગલે ગાયમાતા સહિતના મૂંગા પશુઓનાં મોત થઈ રહ્યા છે. ગૌશાળાઓ અને પાંજરાપોળોને સાતસાત મહિનાથી સબસિડીનાં નાણાં ચૂકવવામાં આવ્યા નથી. ગાયમાતાની ચિંતા કરી, આંદોલન કરનાર જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા વિરુદ્ધની આઈપીસી કલમ-૩૦૭ સહિતની ફરિયાદ તથા કેસ પાછો ખેંચવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પશુધનના નિરીક્ષણ અને સારવારનાં કામમાં પૂરતાં સ્ટાફને અભાવે પશુધનની સ્થિતિ સતત કથળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું છે કે, નકકર આયોજનનાં અભાવે એક માત્ર કચ્છ જિલ્લામાં ૨૦ હજારથી વધુ ગાયોનાં મોત નીપજ્યા છે ! દિગુભા જાડેજાને પોલીસ સ્ટેશનમાં પાણી તથા જમવાનું આપવામાં આવ્યું નથી એવો આક્ષેપ કરી કોંગ્રેસે પૂછ્યું કે, ગાયમાતાના હિતની વાત કરવી એ કોઈ ગુનો છે ? ગાયોના નામે મત માગનારી નકલી હિન્દુત્વ ધરાવતી આ સરકારનાં ચાલ, ચરિત્ર તથા ચલન લોકો સમક્ષ ખૂલ્લા પડી ગયા છે, ગાયો તકલીફમ...