મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરનાં વિસ્તાર અને વિકાસ માટે નવી દિશા: TP સ્કીમ નં. ૨૩ ને મંજૂરી આપતાં મુખ્યમંત્રી


    કોઈ પણ શહેર, ખાસ કરીને મહાનગરના સંતુલિત અને ઝડપી વિકાસ માટે TP (ટાઉન પ્લાનિંગ) સ્કીમ સૌથી અસરકારક અને કાયદેસરનું શસ્ત્ર છે, જે મહાનગરપાલિકાને વધારાની કરોડો રૂપિયાની આવક પણ રળી આપે છે અને સામાજિક તથા માળખાકીય સુવિધાઓ વધારવા માટે આ TP સ્કીમથી મહાનગરપાલિકાને વધારાની લાખો ચોરસ ફૂટ જમીનો ઉપલબ્ધ થતી હોય છે. જામનગર મહાનગરપાલિકાએ પાછલાં એક જ વર્ષમાં ચાર ચાર TP સ્કીમની મંજૂરી મેળવી છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ જામનગર માટે નવી TP સ્કીમ નં. ૨૩ ને મંજૂરી આપી.

    આ સ્કીમથી મહાનગરપાલિકાને અંદાજે રૂ. ૧૨૫ કરોડની આવક થશે કેમ કે, આ સ્કીમમાં મહાનગરપાલિકાને વેચાણ માટે રહેણાંક વિસ્તારના ૬ અને કોમર્શિયલ વિસ્તારના ૩ વિશાળ પ્લોટ ઉપલબ્ધ થયાં છે.
આ TP સ્કીમમાં કાલાવડ બાયપાસ ઠેબા ચોકડી પાસે JCR સિનેમાઘરથી માંડીને છેક લાલપુર બાયપાસ ચોકડી નજીકના પેટ્રોલ પંપ સુધીનો વિસ્તાર તથા ઠેબા ચોકડીથી માંડીને છેક મહાનગરપાલિકાનાં ESR સુધીનાં વિશાળ વિસ્તારનો સમાવેશ થાય છે. પુષ્કળ રહેણાંક પ્રોજેક્ટ આવશે. હજારો મકાનો બનશે. લોકોને સસ્તા ઘરો મળી શકશે.
    મહાનગરપાલિકા આ વિસ્તારોમાં અંદાજે ૧૫ કિલોમીટર લંબાઈના રસ્તાઓ બનાવી શકશે, જેમાં પહોળાં રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. પાણીની સંખ્યાબંધ પાઈપ લાઈન પથરાશે. બગીચાઓ અને આરોગ્ય કેન્દ્ર બનશે.
    આ અગાઉ માર્ચ અને મે મહિનામાં જામનગરની અન્ય ત્રણ TP સ્કીમ નં. ૧૧, ૨૦ અને ૨૧ ને મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. તાજેતરમાં મંજૂર થયેલી TP સ્કીમમાં કુલ ૧૪૧.૨૦ હેકટર જમીનનો સમાવેશ થાય છે, એમ કોર્પોરેશને જણાવ્યું છે.
    આ TP સ્કીમ અમલમાં આવતાં ૩૯,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન પર બગીચા બનાવવા ૩૦ પ્લોટ ઉપલબ્ધ થયાં છે. શહેરી આવાસ યોજના માટે ૬૦,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે. જેમાં કુલ ૮ પ્લોટનો સમાવેશ થાય છે. ૭,૫૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ખૂલ્લી મૂકી શકાશે, જેનાંથી હવા ઉજાસ મળી રહેશે.  સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૯,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે. કોમર્શિયલ વેચાણ માટે ૬૦,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે. રહેણાંક વેચાણ માટે કોર્પોરેશનને ૬૧,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે.
    આ રીતે આ બધી જમીનો પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થતાં આ વિસ્તારોમાં વસવાટ માટે જનારાં ૫૦,૦૦૦ થી વધુ નગરજનોને ફાયદો થશે. શહેરની ગીચતા તથા ટ્રાફિક નું ભારણ ઘટશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...