મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 3, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

રાંધણગેસના બાટલાના ભાવમાં રૂપિયા ૫૦ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ૨ લાખ ગેસધારકો છે: કોઇ જ ગેસ એજન્સી કે પૂરવઠાતંત્ર (કલેકટર કચેરી)એ સ્પષ્ટતા કરી નથી કે આ ભાવ વધારો સબસિડીરૂપે મળશે કે કેમ? આ મુદ્‌ે લોકોમાં દેકારો. ખંભાળીયામાં હમીદ જૂસબ (ઝીણાં) નામનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો છે. આ ગાંજો જામનગરના હનિફ શેખ (લંગડો) (વ્હોરાના હજીરા પાસે) પાસેથી મેળવવામાં આવેલો. જામજોધપુરમાં મયૂર રાજેશભાઇ ડાભી નામના વેપારીએ ગ્રાહક બનીને આવેલી એક સગીરાને દુકાનમાં બોલાવી દુષ્કર્મ આચરેલું, એવી ફરિયાદ થઇ છે. આ દુકાનદારની અટકાયત થઇ, તેનો કોરોના ટેસ્ટ તથા સગીરાની તબીબી ચકાસણી કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જામનગરના ભીમવાસમાં પાણી ઢોળવા બાબતે બે સંઘાર પરિવારો બાખડયા: હસીનાબેન સલીમભાઇએ અબ્બાસ જૂનુસભા છે. જૂનુસ અબ્બાસભાઇ તથા સખીના બેન જૂનુસભાઇ સંઘાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી. દ્વારકાના બરીડયા ગામમાં ટ્રેકટર મારફત રેતીચોરી અટકાવવા ગયેલાં પોલીસકર્મીને આરોપીએ ફડાકો ઝીંકયો: મશરી કાનાભાઇ છૂછર નામના પોલીસ કર્મીએ રામભા પબાભા નાયાણી, મેરૂભા દેવુભા કારા તથા સાજણભા દેવુભા કારા, દેવુભા જીવણભા કારા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી...

દેશી દારૂ સાથે સ્કોર્પિયો!

     જામનગરની એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે એક સ્કોર્પિયો વાહન નંબર જીજે.૯. બીડી.૧૧૧ ને ઝડપી લીધું છે. જેમાંથી ૫૫૦ લિટર દેશી દારૂ સાથે પાંચ શખ્સો મળી આવ્યા છે. રણજિતનગરના પ્રદિપ ઉર્ફે પદિયો નામના શખ્સ સહિત જામનગરના અન્ય ૪ શખ્સો ઝડપાયા છે. જેના નામ જયદિપ ઉર્ફે જયુ અશોકભાઇ પીપરીયા (રહે. ધુવાવ નાક,ુ કોળીવાસ), જેસંગ ઉર્ફે મીથુન ચીનાભાઇ કોળી (રહે. વાલસુરા રોડ, ખોડીયાર માતાજી મંદિર પાછળ) ,કેતન કાંતિલાલા તાવડીવાલા ખારવા (રહે. લાલવાડી આવાસ), ભીખુ ઉર્ફે ભીખલી ધનજીભાઇ બારીયા (નાગેશ્વર કોલોની, ગાયત્રી મંદિર સામે).      ભાવણડના શકુર બધા નામના શખ્સે દારૂ મોકલ્યો હતો. જામનગરના જાવેદ અલીમામદ મકરાણી, રોહિત કોળી નામના શખ્સોએ દારૂ મંગાવેલો. હાલ પોલીસ આ શખ્સોની શોધીખોળ કરી રહી છે.