વરણા, જગા તથા મેડી ગામના ચેકડેમો તથા તળાવો નર્મદા નીરથી ભરવામાં આવતાં ગ્રામજનો દ્વારા નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ બોરસદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, સિંચાઈ સમિતિના ચેરમેન વિનુભાઈ વાડોદરિયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ હસુભાઈ ફાચરીયા, આગેવાનો રમેશભાઈ મુંગરા, ડો.સૂર્યકાંતભાઈ મઢવી, ડો. વસોયા તથા આસપાસના ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.