મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સખી વન સ્ટોપ સેન્ટરની સમીક્ષા કરતાં કલેકટર

     જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપની કામગીરીની સમીક્ષા બેઠક યોજવાજમાં આવી હતી. જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં ૧૮૭ કેસ આવ્યા છે. ૧૩૭ કેસો ઘરેલું હિંસાના છે. મોટાંભાગના કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન ફસાયેલા મહિલાઓનું પુન: સ્થાપન કરવાના કેસો પણ આવેલાં. આ સંસ્થા માટે નવી ઇમારત બનશે, માર્ગ મકાન વિભાગને સૂચના આપવામાં આવી છે.      બેઠકમાં ડીડીઓ વિપિન ગર્ગ, ડીવાયએસપી જે.એસ. ચાવડા, જિલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવ પી.એચ. સૂચક, મહિલા બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી એચ.બી. ટાઢાણી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશભાઇ કટારમલ વગેરે હાજર રહ્યા હતાં.

કોવીડ હોસ્પિટલમાં પીપીઇ કીટનો વપરાશ ઘટયો

     જામનગરની જી.જી. હોસ્પિટલમાં પીપીઇ કીટ મંગાવવાથી લઇને વપરાશ પછીના નિકાલ સુધીની કામગીરી આરએમઓ ડો. અલ્પેશ અગ્રાવતના માર્ગદર્શન પ્રમાણે થઇ રહી છે. હવે પીપીઇ કીટનો વપરાશ ઘટયો છે. આ ઉપરાંત કોરોના હોસ્પિટલ ખાતે ટ્રિપલ લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, ફેઇસ શિલ્ડ વગેરેની વ્યવસ્થા તેઓ સંભાળી રહ્યા છે. ૪૦,૦૦૦ નું એક એવા ૪૦૦ ઇન્જેકશન (ટોસાલીઝમ) કોરોના દર્દીઓને આપવામાં આવ્યા છે. દરરોજ ૯૦૦ થી ૧૪૦૦ જેટલા માસ્ક-ફેઇસ શિલ્ડનો ઉપયોગ થતો હતો તે હવે ૪૦૦ ઘયો છે.      આ ઉપરાંત જીવનરક્ષક દવાઓથી માંડીને આગ બચાવ કામગીરી સુધીની બાબતોમાં આરએમઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આંદોલનના મૃતક ખેડૂતોને યુવક કોંગ્રેસ-એનએસયુઆઇની શ્રધ્ધાંજલિ

     દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલાં ખેડૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ જામનગરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા વગેરે આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. મીણબતીઓ પ્રજવલિત કરી શ્રધ્ધાંજલિ આપી હતી.

જિલ્લા પંચાયતમાં તાલીમ કાર્યક્રમ

     જામનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ વિપિન ગર્ગના માર્ગદર્શન પ્રમાણે, પૂર્ણા યોજના અને મહિલા શકિત કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. જેમાં સખી વન સ્ટોપ સહિતની મહિલાઓ સંબંધિત યોજનાઓમાં બહેનો હાજર રહ્યા હતાં સાથે માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. બાળકોમાં કુપોષણ અંગેની યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.      જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ ડીડીઓ કીર્તન પરમાર, જિલ્લા પ્રોગ્રામ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, મહિલા શકિત કેન્દ્ર, બાળ સુરક્ષા એકમ, અભયમની ટીમ, વન સ્ટોપ સેન્ટરની ટીમ, ન્યૂટ્રીશન ઇન્ટરનેશનલ તથા આઇટીઆઇની ટીમ વગેરે જોડાયા હતાં.

જામનગરમાં ગુજસીટોક કેસ કર્યા પછી પોલીસની તપાસ ખામોશ

     જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતના ૧૪ લોકો વિરૂધ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ અને થયેલી કેટલીક ધરપકડો બાદ પોલીસતંત્ર લાંબા સમયથી ખામોશ છે તે દરમ્યાન ગાંધીધામ, ડીઆરઆઇ તથા મુંબઇ-અમદાવાદ ડીઆરઆઇ દ્વારા જયેશ પટેલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ કરોડો રૂપિયાની વિદેશી સિગારેટોનું પ્રકરણ ફરી શરૂ થયું છે. આ પ્રકરણ પણ ચાર વર્ષ જૂનું છે. એડવોકેટ કીરીટ જોષીના હત્યારાઓ પણ હજૂ ઝડપાયા નથી, તેમાં પણ જયેશ પટેલનું નામ છે. જયેશ પટેલ ગાંધીધામ ગયા પછી દેશ છોડી ભાગી ગયાનું જાહેર થયું છે. જો કે તેના ઠેકાણાં વિષે કોઇ જ સતાવાર વિગતો જાહેર થવા પામતી નથી.

સંક્ષિપ્ત સમાચાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડાની સીમમાં ૨૦૧૧ ની સાલમાં એક મહિલાની હત્યા થઇ હતી. બાદમાં આ મહિલાનો પતિ-દિયર તથા પતિનો બનેવી ફરાર હતાં. પછી મૃતકનો પતિ તથા તેનો બનેવી ઝડપાયેલાં. મૃતકનો દિયર કમેશ (કમલેશ) નાસી છૂટયો હતો. પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે કમલેશ નામના મધ્યપ્રદેશના આ શખ્સને ભાવનગરના ગારીયાધાર નજીકથી ઝડપી લીધો છે. જોગવાડ પાટીયા નજીકથી હુશેન અબુ કુરેશી નામનો શખ્સ ૯૮૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો, તેના ૨૮ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા. જામનગર જિલ્લા સહકારી બેંકના ડાયરેકટરોની ચૂંટણી ૧૩ જાન્યુઆરીએ છે. ૬૭ ઉમેદવારી પત્રો ભરાયા છે. જે પૈકી ૧૪ ઉમેદવારો વિરૂધ્ધ વાંધા અરજીઓ રજૂ થઇ હતી. જે તમામ અરજીઓ રદ્‌ કરવામાં આવી છે. જામનગરના મોરકંડા નજીક આણંદાબાવા સંસ્થાની બોલેરોના ચાલકે ૪ પદયાત્રીઓના જીવ લીધાં છે. અકસ્માત બાદ નાસી છૂટેલાં બોલેરોચાલક સુરેશ પટેલને બુધવારે મોડી રાત્રે પોલીસે શોધી કાઢયો છે. બ્રિટનમાં કોરોના વાયરસનું નવું ખતરનાક સ્વરૂપ મળી આવ્યા પછી હવે, દક્ષિણ આફ્રિકાથી બ્રિટનમાં આવેલાં પ્રવાસીઓમાં વાયરસનું વધુ એક સ્વરૂપ મળી આવ્યું છે. બ્રિટને દક્ષિણ આફ્રિકા સાથેની તમામ ફલાઇટ...

સંક્ષિપ્ત સમાચાર

હાલમાં ગેસ કંપનીઓ રાંધણગેસના ભાવોની સમીક્ષા દર મહિને કરે છે. હવેથી દર અઠવાડીયે ગેસના ભાવોમાં ફેરફાર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વિચારણા ચાલુ છે. જેથી લોકોને ભાવવધારો ઉંચો ન લાગે! પાછલાં ૧૨ અઠવાડીયા માં કયો ફોન વેચાણમાં કયાં ક્રમે રહ્યો? જવાબ: આઇફોન-૧૨, આઇફોન-૧૨ પ્રો, ગેલેકસી નોટ-૨૦, નોવા-૭, પી-૪૦, એ-૭૨, પી-૪૦ પ્રો, ગેલેકસી એસ-૨૦, પ્લસ અને રેનો-૪ એસઇ.  બ્રિટનથી અમદાવાદ આવેલાં પ્રવાસીઓ પૈકી પાંચને કોરોના પોઝિટીવ, જેમાં ૧ બ્રિટીશ નાગરિક: મુંબઇ-અમૃતસર અને કોલકોતામાં આવેલાં પ્રવાસીઓ પૈકી ૨૦ ને કોરોના પોઝિટીવ.  કોરોનાથી સ્વસ્થ થયેલાં લોકોમાં ધણાંને હાથ-પગમાં લકવાની અસરો દેખાય છે. મુંબઇ-અમદાવાદ (૧૦) અને રાજકોટ (૧)માં આવા કેસો નોંધાઇ છે. જેને મેડીકલની ભાષામાં ગુલિયન બારી સિન્ડ્રોમ (લક્ષણો) કહેવામાં આવે છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર યજુવેન્દ્ર ચહલએ મંગેતર ધન શ્રી સાથે મંગળવારે ૭ ફેરા લીધાં: સોશિયલ મીડિયામાં તસ્વીરો શેર કરવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે ખરીફ (ચોમાસુ) વાવેતર સરરાશ ૮૫ લાખ હેકટરમાં થાય છે. આ વર્ષે રવિ (ઉનાળુ) વાવેતર૪૨.૮૫ લાખ હેકટર જમીનમાં થયું છે. જમ્મુ કાશ્મીરમા...

કાલાવડનું રિનારી ગામ ૨૪ કલાક ઘરે-ઘરે પાણી

     જામનગર મહાનગરપાલિકા એકાંતરે લોકોને ૩૦ થી ૪૦ મિનિટ પાણી આપે છે. પરંતુ જિલ્લાના કાલાવડ તાલુકાના રિનારી ગામમાં ગ્રામજનોને ઘરે-ઘરે, ૨૪ કલાક પાણી "નલ સે જલ" યોજના હેઠળ આપવામાં આવે છે. ઉંચાઇવાળા મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. પાણી સાથે મીટર જોડવામાં આવ્યા છે. જે થી પાણીનો વેડફાટ અટકાવી શકાય. લોકોને પાણી માટે વીજમોટરનો ઉપયોગ કરવો પડતો હતો. હવે મોટર બંધ થતાં વીજબિલ પણ ઘટયા છે.

એલઆરડી ના પુરૂષ ઉમેદવારોની રજૂઆત કોઇ સાંભળતું નથી

     ગુજરાતમાં લોકરક્ષક દળની ભરતીના પુરૂષ ઉમેદવારો કહે છે: અન્યાય થયો છે. તેઓની રજૂઆત સરકાર સાંભળતી નથી. એક-દોઢ વર્ષમાં વારંવાર રજૂઆતો કરી. સરકાર જવાબ કે આશ્વાસન આપતી નથી. આ અગાઉ મહિલા ઉમેદવારો આંદોલન પછી સરકારે મહિલાઓની માંગણી સ્વિકારી લીધી હતી. જામનગરમાં વધુ એક વખત ગઇકાલે મંગળવારે એલઆરડીના પુરૂષ ઉમેદવારોએ સતાવાળાઓને આવેદન આપ્યું છે અને, ધરણાંની ચીમકી પણ આપી છે.

સંક્ષિપ્ત સમાચાર

અમદાવાદ ભાજપાના એક રંગીન મિજાજી સિનિયર નેતાએ પોતાનાથી અડધી ઉંમરની યુવતીને નોકરીએ રખાવી. બાદમાં રંગરેલીયાના બનાવો. એક વખત યુવતીએ એક ફાર્મ હાઉસ જવાનો ઇન્કાર કર્યો. નેતાએ યુવતીને નોકરીમાંથી કઢાવી નાંખી. યુવતી પાસે વાંધાજનક તસ્વીરો-વિડીયો રેકોર્ડીંગ છે. અમદાવાદ એસ.જી. હાઇવે પરના એક કોલ સેન્ટરના માલિક પાસેથી રૂપિયા ૬૭ લાખનો તોડ કરવા મામલે પીઆઇ વાય.બી. જાડેજા, પીએસઆઇ તથા પાંચ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ. પાવાગઢમાં ૧ લાખથી વધુ ભકતોનું ઘોડાપૂર: સોશિયલ ડીસ્ટન્સ-માસ્ક પહેરવાના નિયમના લીરાં:તંત્રો મૌન. કાગવડ-ખોડલધામ ખાતે લેઉવા પટેલ અગ્રણીઓનું સંમેલન: તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરીની સીમમાં જેટકો (સરકારી વીજ કંપની) દ્વારા અમરેલી, વાડીનાર વચ્ચે વીજલાઇન ફીટ કરવાની કામગીરી દરમ્યાન ૨૦-૨૫ લોકોના ટોળાએ ગૌશાળા માટે ગેરકાયદે વળતરની માંગણી કરતાં કંપનીએ ટોળાં વિરૂધ્ધ ફરજની રૂકાવટની એફઆઇઆર નોંધાવી. જામનગર જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખામાં સ્ટેશનરી કૌભાંડની ચર્ચા: આંગણવાડીઓમાં મામકાઓની ભરતી: ધાત્રી માતાઓની સહાયમાં કૌભાંડ. ધ્રોળ તાલુકાના ખાખરામાં અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા...

સત્ય સાઇમાં રકતદાન કેમ્પ

હાલાર માં રકતની અછત હોય સત્ય સાઇ વિદ્યાલય ખાતે તબીબો દ્વારા રકતદાનનો કેમ્પ રાખવામાં આવેલો. જેમાં સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં ૨૪૬ બોટલ રકત એકત્ર કરવાામાં આવ્યું છે. કેમ્પનો લક્ષ્યાંક ૩૦૦ બોટલનો છે. બપોરે ૩ વાગ્યા સુધી કેમ્પમાં રકતદાન ચાલુ રાખવામાં આવેલું.

ગોકુલનગર વિસ્તારમાંથી શરાબ સાથે ઝડપાયો

     એલસીબી પીએસઆઇ ગોજિયા તથા દેવમૂરારીની ટીમે ગોકુલનગર રડાર રોડ પરથી કિશોર ઉર્ફે કે.કે. કનૈયાલાલ મેઘવાણીને શરાબની પાંચ બોટલ સાથે ઝડપી લીધો છે. પ્રોહીબીશન ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દારૂ કયાંથી મેળવ્યો તે અંગે પોલીસ આરોપીની પૂછપરછ કરી છે.

કોંગ્રેસ પ્રમુખોનું સન્માન

     જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જીવણભાઇ કુંભરવાડીયાની નિયુકિત થતાં બંને અધ્યક્ષોના સન્માનનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવેલો, જેમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, એમ.કે. બ્લોચ, વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી તથા પક્ષના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતાં.

જામનગર શહેર તથા સિક્કા પાટિયા નજીકથી ૧૧ પિસ્તોલ મળી આવી!

      એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, બે પીએસઆઇ દેવમુરારી, ગોજિયાની ટીમે રાયમલ હાજી સંધિ (રેલવે સ્ટેશન)ને પિસ્તોલ સાથ ઝડપી લીધો છે. પૂછપરછ બાદ સપ્લાયર હિતુભા ભગતસિંહ ઝાલા-પ્રવિણ (ટકો) ગીગાભાઇ વાળાની જેલમાંથી ધરપકડ કરવામાં આવી. પૂછપરછ બાદ સિક્કા પાટીયા નજીક ડીવેન ગેરેજ પાસે જમીનમાં સંતાડેલ ૧૦ પિસ્તોલ, ૧૭ કારતૂસ મળી આવ્યા. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર-સિક્કા એસટી રૂટ ચાલુ કરાવવા રજૂઆત

     સિક્કા શહેર યુવા ભાજપાના મહામંત્રી હેમાંગ ત્રિવેદીએ જામનગરના એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, લોકડાઉન દરમ્યાન જામનગર-સિક્કા-જામનગર વચ્ચે બંધ કરવામાં આવેલો એસટી રૂટ ફરીથી નિયમિત શરૂ કરાવવો જોઇએ. સેંકડો લોકો પરેશાન છે.

ફાઇનાન્સ કંપનીઓના મેનેજરો દ્વારા રજૂઆત

     ગત્ આઠમી ડિસેમ્બરે જામનગરની એક ફાઇનાન્સ કંપનીના મેનેજર સહિત બે કર્મચારી પર, ખંભાળિયા ખાતે એક જ દિવસમાં બે વખત હુમલા થયા હતાં. આવી ઘટનાઓથી ફાઇનાન્સ કંપની ખંભાળિયાને બ્લેકલિસ્ટમાં મૂકે તો સમગ્ર પંથકને નુકસાની જશે, લોન્સ નહીં મળે.      આ પ્રકારની રજૂઆત સાથે સૌરાષ્ટ્રભરની ફાઇનાન્સ સંસ્થાઓના મેનેજર એસોસિએશનને જામનગર જિલ્લા પોલીસને આવેદનપત્ર આપી ખંભાળિયા હુમલાના આરોપીઓ વિરૂધ્ધ કડક-ઝડપી કાર્યવાહીની માંગણી કરી છે. આ ફરિયાદ પાછી ખેંચાવવા આજની તારીખે આરોપીઓ ફરિયાદીને ધમકાવે છે. એવી રજૂઆત થઇ છે.

સંક્ષિપ્ત સમાચાર

કોઇ પણ વ્યકિતની જમીન કોઇએ પચાવી પાડી હોય તો નવા કાયદાહેઠળ આ દબાણ હટાવવા અરજી કરનાર વ્યકિતએ અરજીની સાથે રૂપિયા ૨૦૦૦ ની ફી ભરવી પડશે. જામનગરમાં ફાયરનું એનઓસી ન મેળવનાર વધુ ૩ હોસ્પિટલો સંકલ્પ હોસ્પિટલ (ટાઉનહોલ), રાધે હોસ્પિટલ (લીમડા લાઇન) તથા ચોવટીયા ઓર્થોપેડીક હોસ્પિટલ (એસ.ટી. રોડ)ના નળજોડાણ કટ કરવામાં આવ્યા છે. જામનગરની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી, જેનું નળજોડાણ હજૂ કટ કરવામાં આવ્યું નથી. ખોડિયારનગર પાસેથી શરાબની ૧૩૬૮ બોટલ, પટેલકોલોનીમાંથી શરાબની ૯૬ બોટલ ઝડપાઇ છે. આ બંને કેસમાં આરોપીઓ "નાસી" જવામાં સફળ. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એક છકડો રિક્ષા ચોરાઇ ગઇ હતી. આ કેસમાં ઉમેશ આનંદભાઇ પરમાર, ધર્મેન્દ્ર લાખાભાઇની ધરપકડ થઇ છે. મોહનનગર નજીક નવા આવાસમાં દિવ્યેશ ગિરીશભાઇ ચૌહાણ (ઉં.૨૩)એ ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો છે. મૃતકને કોઇ યુવતી સાથે ઝઘડો થયેલો. જામનગરના સ્વામી નારાયણનગરમાં ડ્રીમ સિટીમાં શાંતુબેન ગૌતમભાઇ ખિમસુરીયા (ઉં.૩૮)એ અગ્નિસ્નાન કરી લેતાં મૃત્યુ. જામનગર કસ્ટમમાં કસ્ટડીમાં રહેલાં સોનામાંથી રૂપિયા ૧૧૦ લાખનું સોનું ૨૦૧૬માં ગૂમ થયું: ૨૦૨૦ માં ફરિયાદ કરી. દેશમાં કોરોના...

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોના હોસ્પિટલમાં ગુરૂવારે ૬ દર્દીઓ મોત થયા છે. વધુ ૩૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. દિલ્હીમાં ઠંડીનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે: ડિસેમ્બરના મધ્યમાં લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી નોંધાયું છે. જામનગર સહિતના ગુજરાતમાં પણ ઠંડીની કાતિલતા વધી રહી છે. શિપ બ્રેકીંગની મંજૂરી પછી સચાણા ખાતે જરૂરી કામગીરી ચાલી રહી હોય બાલાચડી, જાંબુડા સહિતના ગામોમાં લોકોને રોજગારી મળવાની આશા છે. જામનગર જિલ્લા સહકારી બેંકની ચંૂટણી: ધારાસભ્ય રાઘવજી પટેલ, અશોક લાલ વગેરેએ ૧૨ ઉમેદવારી પત્રો રજૂ કર્યા: ૧૯ મી એ ઉમેદવારી પત્રો દાખલ કરવાનો છેલ્લો દિવસ. લાઇવ મિન્ટ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં દિલ્હી આસપાસ લોકલ સર્કલ્સમાં સર્વે કરવામાં આવ્યો હતો. વેકસીન અંગેના આ સર્વેમાં ૧૮૦૦૦ લોકો પૈકી ૬૯ ટકા લોકોએ કહ્યું, કોરોના વેકસીનની ઉતાવળ નથી. તેની આડઅસરો થવાનો ભય છે. કોરોનાનું સંક્રમણ પણ ઓછું થઇ રહ્યું છે. સ્વસ્થ માણસોએ કોરોના મહામારીનો ડર ન રાખવો જોઇએ. આમ વિવિધ કારણોસર લોકોએ લોકોએ હાલ વેકસીન લેવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે કાલે જણાવ્યું: ખેડૂતોએ આંદોલન માટેની નિર્દોષ પધ્ધતિઓ અંગે વિચારવું જોઇએ. સરકારે નવા કૃષ...

હોસ્પિટલને મળી રહ્યું છે દાન

     જામનગરની કોરોના હોસ્પિટલ તથા જી.જી. હોસ્પિટલને સામાજિક દાયિત્વ અંતર્ગત અનુદાન મળી રહ્યું છે. એડીશ્નલ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ડો. અજય તન્ના જણાવે છે કે દાતાઓએ ૪૦ સ્પેશ્યલ રૂમ બનાવવા સેટી, સોફાસેટ, રાઈટીંગ ચેર, ટેબલ, રિલેકસિંગ ચેસ ડ્રોઅર, ૬ ટીવી આપ્યા છે. તાતા કંપની દ્વારા ૩ વોશિંગ મશીન (રૂપિયા ૬૦ લાખ), ન્યારા એનજી< દ્વારા ૪૭૪૫ પીપીઇ કીટ, નારાયણ ટ્રસ્ટ દ્વારા ૫૦૦ કીટ, કનૈયાલાલ રાંહેરા તથા સોજિત્રા દ્વારા ૨૦ બાયપેપ માસ્ક, સ્ટર્લિંગ એજન્સી દ્વારા ૨ લી. ની ક્ષમતાના ૧૦ જગ, ચેમ્બર દ્વારા ૨૦૦ બેડશીટ-૧૦૦ પીપીઇ કીટ, વેલસ્પન ઇન્ડિયા દ્વારા ૧૦૦૦ બેડશીટ, ટુવાલ, અતુલ મોટર્સ, રમેશ ચોટાઇ, ડો. કેતન મહેતા, શૈલેષ મહેતા પરિવાર વગેરે દ્વારા દાનની સરવાણી સતત વહાવવામાં આવે છે.

શંકરટેકરી સિધ્ધાર્થ કોલોનીમાંથી શરાબ સાથે ઝડપાયો

     લોકલ ક્રાઇમ બ્રાંચના પોલિસ ઇન્સ્પેકટર કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોનીમાંથી જિતેન્દ્ર દેવજી પરમાર નામના શખ્સને શરાબની ૫૦ બોટલ સાથે ઝડપી લીધો છે. ૪૦,૦૦૦ રોકડા તથા એક નંગ મોબાઇલ પણ કબજે લેવામાં આવ્યો છે.      આ શરાબ સપ્લાય કરનાર ગોગનભાઇ (નવાગામ ઘેડ) તથા વિજય ચાવડા (મહેશ્વરી વાસ, ત્રણ દરવાજા)ને પોલીસ શોધી રહી છે.

શરાબનો મોટો જથ્થો બિનવારસુ ઝડપાયો

                                                  જામનગરની સિટી સી ડિવિઝન પોલીસના પીઆઇ એમ.આર. ગોંડલીાયા, પીએસઆઇ ઓડેદરાની ટીમે ૧૩૬૮ બોટલ શરાબ સાથેનું છોટા હાથી વાહન બુધવારે મોડી રાત્રે ગોકુલનગર, ખોડિયારનગર રોડ પરથી ઝડપી લીધું છે અને પોલીસ સ્ટેશનમાં જમા લીધું છે. જો કે વાહનનો ચાલક ઝડપાયો ન હોવાનું પોલીસે જાહેર કયુંં< છે. હાલ પોલીસ છોટી હાથીના માલિક તથા ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે.

દક્ષિણ નૌસેનાના કમાન-ઇન-ચીફ જામનગરમાં વાલસુરાની મુલાકાતે

     ફલેગ ઓફિસર કમાન-ઇન-ચીફ વાઇસ એડમિરલ અનિલ કુમાર ચાવલા તથા તેઓના પત્ની સપના ચાવલાએ ૧૬ મી ડિસેમ્બરે આઇએનએસ વાલસુરાના ઇલેકટ્રિક તાલીમ સંસ્થાનની મુલાકાત લઇ આધુનિક પ્રણાલીઓનું નિરીક્ષણ કર્યું અને પ્રશંસા કરી હતી.      પુષ્પાજંલિ સમારોહ બાદ તેઓએ ૫૦ જવાનોનું ગાર્ડઓફ ઓનર લીધું હતું. આ ઉપરાંત તેઓએ બેચલર જવાનો માટેના આવાસ (કિર્તિચંક્ર વિજેતા સિપાહી જગદીશ ચાંદ ની સ્મૃતિમાં આવાસોને ચાંદ બ્લોક નામ આપવામાં આવ્યું છે.) તેનું ઉદ્‌ધાટન કર્યું.      તેઓના પત્ની સપના ચાવલાએ મહિલા સંગઠનની પ્રવૃતિઓ તથા કાર્યક્રમો અંગે માહિતી મેળવી. દ્વારિકા નામના ૩ માળના પ્રોફેશનલ સેન્ટરનું તેઓએ ઉદ્‌ધાટન કર્યું.

ગાંધીનગર (મોમાઇનગર વિસ્તાર)માં રહેણાંક મકાનમાંથી શરાબ ઝડપાયો

     જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચનાથી બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે ગાંધીનગર-મોમાઇનગર-૩ માં મયૂરસિંહ ભરતસિંહ જેઠવાના રહેણાંક મકાને દરોડો પાડી શરાબની ૭૫ બોટલ ઝડપી લીધી છે. આ શખ્સનો સપ્લાયર હરપાલસિંહ સજુભા જાડેજા (સરૂ સેકશન) હોવાનું પોલીસ જણાવે છે. પોલીસ તેને પણ શોધી રહી છે.

રામેશ્વનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી શરાબ ઝડપાયો

     જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચનાથી બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે રામેશ્વરનગર, વિનાયક પાર્કમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક જિગ્નેશ (લાલો) કનુભાઇ ચાવડાના મકાનમાંથી શરાબની ૩૯ બોટલ ઝડપી લીધી છે. રામેશ્વરનગરનો રાહુલ હરિશભાઇ ઘેડીયા તથા હરપાલસિંહ સજુભા જાડેજા (સરૂ સેકશન) આ શરાબના સપ્લાયર હોય પોલીસ આ બંને શખ્સોને શોધી રહી છે.

લોહાણા કન્યા છાત્રાલયનું ગૌરવ

       ખંભાળિયા જલારામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ રમેશચંદ્ર બાલકૃૃષ્ણ લાલના માતાના ૯૧ માં જન્મદિનની ઊજવણી નિતિમે "માતૃ શ્રી વિરબાઇમા નું યોગદાન" વિષય પર સોશિયલ મિડીયાના માધ્યમથી યોજાયેલી વક્રત્વ સ્પર્ધામાં જામનગર લોહાણા કન્યા છાત્રાલયની દતાણી નિરાલી, બીજા ક્રમે, કોટક પ્રિયા ત્રીજા ક્રમે, નેહલ બરછા છઠ્ઠા ક્રમે તથા દતાણી હેતલ સાતમા ક્રમે વિજેતા થઇ.       લોહાણા કન્યા છાત્રાલય વતી ગૃહમાતા ભાવનાબેન પોપટ-પાંઉએ તમામ દીકરીઓને અભિનંદન આપ્યા છે.