મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • હાલમાં ગેસ કંપનીઓ રાંધણગેસના ભાવોની સમીક્ષા દર મહિને કરે છે. હવેથી દર અઠવાડીયે ગેસના ભાવોમાં ફેરફાર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વિચારણા ચાલુ છે. જેથી લોકોને ભાવવધારો ઉંચો ન લાગે!
  • પાછલાં ૧૨ અઠવાડીયા માં કયો ફોન વેચાણમાં કયાં ક્રમે રહ્યો? જવાબ: આઇફોન-૧૨, આઇફોન-૧૨ પ્રો, ગેલેકસી નોટ-૨૦, નોવા-૭, પી-૪૦, એ-૭૨, પી-૪૦ પ્રો, ગેલેકસી એસ-૨૦, પ્લસ અને રેનો-૪ એસઇ. 
  • બ્રિટનથી અમદાવાદ આવેલાં પ્રવાસીઓ પૈકી પાંચને કોરોના પોઝિટીવ, જેમાં ૧ બ્રિટીશ નાગરિક: મુંબઇ-અમૃતસર અને કોલકોતામાં આવેલાં પ્રવાસીઓ પૈકી ૨૦ ને કોરોના પોઝિટીવ. 
  • કોરોનાથી સ્વસ્થ થયેલાં લોકોમાં ધણાંને હાથ-પગમાં લકવાની અસરો દેખાય છે. મુંબઇ-અમદાવાદ (૧૦) અને રાજકોટ (૧)માં આવા કેસો નોંધાઇ છે. જેને મેડીકલની ભાષામાં ગુલિયન બારી સિન્ડ્રોમ (લક્ષણો) કહેવામાં આવે છે.
  • ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર યજુવેન્દ્ર ચહલએ મંગેતર ધન શ્રી સાથે મંગળવારે ૭ ફેરા લીધાં: સોશિયલ મીડિયામાં તસ્વીરો શેર કરવામાં આવી છે.
  • ગુજરાતમાં સામાન્ય રીતે ખરીફ (ચોમાસુ) વાવેતર સરરાશ ૮૫ લાખ હેકટરમાં થાય છે. આ વર્ષે રવિ (ઉનાળુ) વાવેતર૪૨.૮૫ લાખ હેકટર જમીનમાં થયું છે.
  • જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીઓ (જિલ્લા વિકાસ પરિષદ)ની ૨૮૦ બેઠકની ચૂંટણીની મતગણતરી મંગળવારે થઇ. ભાજપાને ૭૦ (કાશ્મીર ખીણમાં ૩) નેશનલ કોન્ફરન્સને ૫૭, અપક્ષોને ૪૪, પીડીપીને ૨૬, કોંગ્રેસને ૨૧, જેકેએપી ને ૧૦ તથા ડાબેરી સામ્યવાદીઓને ૫ બેઠકો મળી છે
  • કોરોનાની મહામારીથી અસરગ્રસ્ત નાણાંકીય વર્ષમાં પણ આવક વેરા રિટર્ન દાખલ કરવાનાઓની સંખ્યામાં મોટો ઉછાળો: ૧૨ લાખ વધુ આઇટી રિટર્ન ભરાયા. 
  • રાજ્યની વડી અદાલત દ્વારા મોડી સાંજે રાજકોટના ૧૭ સહિત ૪૦ જજોની સામુહિક બદલીના હુકમ: રાજકોટના ૧૪, જૂનાગઢ ૩, ભરૂચ ૩ અને આનંદના ૬ ન્યાયધીશોની આંતરિક બદલી.
  • ફાયર સેફટી અને ફાયર એનઓસી સહિતના મુદે મહાનગરપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ: દુકાનદાર, હોટેલ, રેસ્ટોરંન્ટ હોસ્પિટલ સહિતના અન્ય વ્યવસાયની જગ્યાનું ફાયર શાખાનું એનઓસી ન લીધેલ હોય તેવી જગ્યાને સીલ કરવા કમિશરની સુચના.
  • બ્રિટનમાં કોરોના વાયરનો નવો પ્રકાર મળી આવ્યા બાદ દુનિયાના ૪૦ દેશોએ બ્રિટનથી આવતી ફલાઇટો ઉપર પ્રતિબંધ લગાવ્યો.
  • દેશમાં પાછલાં વર્ષે ૨૦૧૯માં વાયુ પ્રદુષણને કારણે ૧૭ લાખના મૃત્યુ: આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંબંધી રિપોર્ટમાં ધડાકો: બહારના પ્રદુષણને લીધે મૃત્યુ દર વધુ. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...