મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 1, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શરદપૂર્ણિમાં નિમિતે રાસગરબા

     જામનગરના સાત રસ્તા નજીક કોમર્સ કોલેજના હોલમાં શરદપૂર્ણિમા નિમિતે યોગ ટ્રેનર્સ માટેના રાસગરબાના કાર્યક્રમનું આ યોજન પ્રિતિબેન શુકલ વગેરે દ્વારા કરવામાં આવેલું. જેમાં બહેનોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.

બુટલેગરના માણસોએ આગ લાગાડી હોવાનો આક્ષેપ થયો

     જામનગરના ધરારનગર-૨ વિસ્તારમાં જૂના બારમાળિયા આવાસ છે તેમાં ૧૦ નંબરના આવાસમાં રહેતાં હુશેનભાઇ અન્સારીના મકાનમાં શનિવારે સાજેં આગ લાગતાં તમામ ઘરવખરી સળગી ગયા પછી ત્યાં પહોંચેલી ફાયરશાખાની ટૂખડીએ આગ બુઝાવી હતી. (આવાસમાં અગ્નિસમન વ્યવસ્થા નથી હોતી?!)      જેના ઘરમાં આગ લાગી છે તે વ્યકિતએ બૂટલેગરો વિરૂધ્ધ કરેલી અરજીનો ખાર રાખી આગ લગાવવામાં આવી છે, એવો આક્ષેપ છે. સિટી સી પોલીસ સ્ટેશનમાં આવી કોઇ અરજી થઇ છે? અરજીમાં કોના નામો છે? અરજી સંદર્ભે પોલીસે કોઇ કાર્યવાહી કરી છે ? વગેરે પ્રÅનો આગના આ બનાવના કારણે સર્જાયા છે.

ક્રિકેટના જૂગારમાં ઝડપાયો

     જામનગર એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ. નિનામા ના માર્ગદર્શન પ્રમાણે, પીએસઆઇ દેવમુરારી તથા સ્ટાફે કે.પી. શાહની વાડી (રામેશ્વરનગર)માં રહેતાં ભરત ગુરૂમુખદાસ જાગિયાણી નામના શખ્સની દુકાનમાં રેઇડ કરી તેને ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપી લીધો છે.      આ કેસમાં રાજેશ જાગિયાણી, દિપક જાગિયાણી, ભીખાભાઇ ભદ્રા, અજય ભોજવાણી, અજય રાધનપુરા, સુરેશ મિસ્ત્રી પરેશ ભદ્રા તથા જય પટેલને ફરારી જાહેર કરવામાં આવ્યા છે. કમલેશ કનખરા નામના બુકી પાસે આ શખ્સો કપાત કરાવતાં હતાં. દરોડામાં પીએસઆઇ ગોજિયા, સંજયસિંહ, અશ્વિનભાઇ, ભરતભાઇ વગેરે જોડાયા હતાં.

પંપહાઉસ ખાતે પાણી સંગ્રહક્ષમતામાં વધારો

     જામનગરના નગરજનોને વધુ સારી જળવ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે પંપ હાઉસની કાયાપલટ થઇ રહી છે. પાછલાં ૬ મહિનામાં ૩૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. એક-દોઢ વર્ષમાં સંપૂર્ણ પ્રોજેકટ કાર્યરત થશે. આ પ્રોજેકટથી પાણીની સંગ્રહક્ષમતામાં ૨૦ ટકાનો વધારો થશે. ૨૭ એમએલડી નો ફીલ્ટર પ્લાન્ટ ૩૦ એમએલડીનો બનશે. ૧૬૨ લાખ અને ૭૪ લાખ લિટરના બે નવા સમ્પ બનાવવામાં આવી રહ્યા છે. પ્રોજેકટનો કુલ ખર્ચ ૧૯ કરોડ છે. આ ઉપરાંત રણજિતસાગર રોડ પર કન્યા છાત્રાલય ખાતે ૫૦ લાખ લિટરની ક્ષમતાનો સમ્પ બનાવવામાં આવી રહ્યો છે.

એમ્બ્યૂલન્સની ચોરી થઈ!

     જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાંથી ૨૭ ઓકટોબરની મોડી રાત્રે એક એમ્બ્યૂલન્સની ચોરી થઇ. આ કેસમાં રાજદીપસિંહ જાડેજા (ભોલિયો ઢીંગલી)નામનો શખ્સ રામેશ્વરનગરમાંથી જ ઝડપાઇ ગયો છે.      આ ખાનગી માલિકીની એમ્બ્યૂલન્સ ભરૂચના જંબુસર સર્કલ પાસેથી મળી છે. તસ્કરો આ વાહન ત્યાં શા માટે લઇ ગયા હતાં? જામનગરથી ભરૂચ સુધી આ વાહનમાં કશું લઇ જવામાં આવેલું? શું લઇ જવામાં આવેલું? વગેરે પ્રÅનો અનુતર છે.      સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે. જલુના માર્ગદર્શન મુજબ, તપાસ ચાલી રહી છે. આ કેસમાં વધુ બે શખ્સોના નામો ખૂલ્યા છે.

કારખાનામાં આગ લાગી

     જામનગર નજીકના દરેડમાં ફેસ-થ્રીમાં ભાવિન મનસુખભાઇ ગોહિલના કારખાનામાં શનિવારે સવારે આગ લાગી હતી. આ ઔદ્યોગિક શેડનો નંબર ૪૩૯૬ છે. આ કારખાનામાં અગ્નિશમન ના સાધનો ન હતાં તેથી ફાયરશાખાની ટૂકડી આવી ત્યાં સુધી આગ સળગતી રહી.      કારખાનામાં આગને કારણે બ્લોઅર, અલ્ટ્રાસોનિક ફીલ્ટર, મશીનરી વગેરેને નુકસાન થયાનું કારખાનામાલિક તથા ફાયરશાખા જણાવે છે.      આટલાં બધાં ઉદ્યોગનગરો હોવા છતાં એક ષન ઉદ્યોગનગરમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું નથી, તે પણ જાવા લાયક સમાચાર છે.       શંકરટેકરી ઉદ્યોગ, ફેઇસ ૨, ૩ ઉદ્યોગનગરના લગભગ કારખાનાઓમાં અગ્નિશમન(ફાયર સુવિધા) નથી. સરકાર આ મુદે્ ઘણાં વષાથી વાતુ કરે છે પરંતુ હજુ સુધી ફાયરની સુવિધા વસાવેલ ના હોય તેવા ઉદ્યોગ ઉપર કોઇ જ કાર્યવાહી થતી નથી. ફકત સમયાંતરે આગના ઘટના સમયે યાદ કરવામાં આવે છે. પણ અમલ નહી.

બોગસ ડોકટર ઝડપાયો

     જામનગરનો એક ૧૨ ધોરણ પાસ શખ્સ કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં મકાન ભાડે રાખી "દવાખાનું" ચલાવતો ઝડપાઇ ગયો છે. સતાવાળાઓએ આ "દવાખાના"માંથી સ્ટેથોસ્કોપ, દવાઓ, બ્લડપ્રેશર ઝડપાવનું મીટર વગેરે કબજે લીધું છે.      એસઓજીના પીઆઇ એસ.એસ. નિનામા ની સૂચના મુજબ પીએસઆઇ વીંછી, ગંઢવીની ટીમે કલ્પેશ જીવરાજજીવાભાઇ ઉમેરીયા નામના આ શખ્સને ઝડપી લીધો છે. તેના વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશ્નર્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના કાર્યક્રમો

     જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ મી ઓકટોબરે પટેલ સમાજ ચોખ ખાતે સરકાર પટેલની પ્રતિમાને જન્મજયંતિ નિમિતે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. ત્યાર પછી લાલબંગલા ખાતે બળાત્કાર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવેલી. જેમાં પક્ષના શહેર પ્રભારી અનિરૂધ્ધસિંહ ઝાલા, પ્રમુખ દિલીપસિંહ જાડેજા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. અને દુષ્કર્મના તમામ કેસોના આરોપીઓને ઝડપીથી, કડક સજાની માંગણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા સરકારને પુષ્પાંજલિ

     ૩૧ મી ઓકટોબરે સરકાર પટેલની જન્મજયંતિ નિમિતે પટેલ સમાજ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો મુળુભાઇ કંડોરિયા કર્ણદેવસિંહ જાડેજા, ભરતભાઇ વાળા, પી.સી. ખેતીયા, રજનબેન ગજેરા, દેવસીભાઇ આહિર, જિગરભાઇ રાવલ, સાજિદભાઇ બ્લોચ તથા કાર્યકર્તાઓએ સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.

ભાજપા દ્વારા સરદારને પુષ્પાંજલિ

     ૩૧ મી ઓકટોબર સરદાર પટેલની ૧૪૫ મી જન્મજયંતિ નિમિતે પટેલસમાજ ચોક ખાતે ભાજપાના આગેવાનો હમસુખભાઇ હીંડોચા, સુભાષભાઇ જોષી, દિવ્યેશભાઇ અકબરી, પ્રતિભાબેન પ્રકાશભાઇ કનખરા, મેરામણભાટુ, વસંતભાઇ ગોરી, દિનેશભાઇ વિરાણી, કિશનભાઇ માડમ, મુકેશભાઇ દાસાણી વગેરેએ સરકારની પ્રતિમાને ફુલહાર કર્યા હતાં.

પટેલ સમાજદ્વારા પુષ્પાંજલિ

       જામનગરમાં રણજિતનગર ખાતે પટેલસમાજ પાસે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, પટેલ સમાજના અન્ય અગ્રણીઓ, હોદેદારો તથા કાર્યકરોએ જન્મજયંતિ નિમિતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતાં.

શિવાલયમાં દીપ શણગાર

     જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શરદપૂર્ણિમાં નિમિતે ૨૨૦૦ દીપનો શણગાર યોજવામાં આવેલો જેનો સેંકડો શ્રધ્ધાળુઓએે દર્શનનો ધર્મલાભ લીધો હતો. કાશી વિશ્વનાથ મંદિરમાં સમયાંતરે તહેવાર નિમિતે દીપમાળાનું આયોજન થતુ રહે છે અને દર્શનાર્થીઓને તેનો ધર્મલાભ લેતા રહે છે.