જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાંથી ૨૭ ઓકટોબરની મોડી રાત્રે એક એમ્બ્યૂલન્સની ચોરી થઇ. આ કેસમાં રાજદીપસિંહ જાડેજા (ભોલિયો ઢીંગલી)નામનો શખ્સ રામેશ્વરનગરમાંથી જ ઝડપાઇ ગયો છે.
આ ખાનગી માલિકીની એમ્બ્યૂલન્સ ભરૂચના જંબુસર સર્કલ પાસેથી મળી છે. તસ્કરો આ વાહન ત્યાં શા માટે લઇ ગયા હતાં? જામનગરથી ભરૂચ સુધી આ વાહનમાં કશું લઇ જવામાં આવેલું? શું લઇ જવામાં આવેલું? વગેરે પ્રÅનો અનુતર છે.
સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે. જલુના માર્ગદર્શન મુજબ, તપાસ ચાલી રહી છે. આ કેસમાં વધુ બે શખ્સોના નામો ખૂલ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો