મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 6, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

     જામનગરના રામેશ્વરનગરમાં કે.પી.શાહની વાડીમાં નિવૃત જમાદારના પુત્ર અશોકસિંહ કિરીટીસિંહ ગોહિલના ઘરે એલસીબી ટીમ દ્વારા દરોડો પાડી ક્રિકેટનો ડબ્બો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે અશોકસિંહ ઉપરાંત વિજયસિંહ ધનુભા જાડેજા નામના શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સો વિજયસિંહ રાયજાદા તથા ચિકુભાઇ નામના શખ્સો પાસે સટ્ટાની કપાત કરાવતા હોવાનું ખૂલ્યું છે. પાછલા ૧૫ દિવસમાં ક્રિકેટના ડબ્બા પર આ પાંચમો દરોડો છે. આ દરોડામાં ૨ આરોપી ઝડપાયા છે અને ૪૪ જેટલાં આરોપીને પોલીસએ ફરાર જાહેર કર્યા છે.       આ દરોડાની કામગીરી એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ ગોજિયા તથા દેવમુરારીની ટીમના ભરતભાઇ પટેલ, હરપાલસિંહ, અશ્વિનભાઇ ગંધા, સંજયસિંહ વાળા, ભગીરથસિંહ, લાભુભાઇ ગઢવી, લખમણભાઇ ભાટીયા વગેરે કરી હતી.

એમ્યૂઝમેન્ટ પાર્કમાં યોગ

     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે  એમ્યૂઝમેન્ટ પાર્ક ખાતે નિ:શુલ્ક યોગનો કલાસ રાખવામાં આવેલો જેમાં યોગના ૧૨૫ ટે્રનર્સ આવેલાં. ૮૦ જેટલાં સાધકોએ યોગજના કલાસમાં ભાગ લીધો. મુખ્ય ટ્રેનર તરીકે ધીરજલાલ ચોવટીયા ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે રાજ્ય મંત્રી હકુભા જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયાએ દીપપ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. આ તકે જિલ્લાના યોગ કોચ હર્ષિતા મહેતા, હર્ષાબેન કાસુન્દ્રા વગેરે હાજર રહ્યા હતાં.

નકલી અગરબત્તીનો જથ્થો ઝડપાયો

     જામનગરના ઉદ્યોગનગરમાં આવેલાં ખાખીનગર વિસ્તારમાં પ્લોટ નંબર ૨૦ માં આવેલાં એક કારખાનામાંથી બનાવટી અગરબત્તીનો રૂા. ૧૦ લાખનો જથ્થો ઝડપાયો છે હીરજી મિસ્ત્રી રોડ પર મહાવીર એપાર્ટમેન્ટમાં ૨૦૧ નંબરના ફલેટમાં ધર્મેશ શાહ નામનકે મહાજન શખ્સ આ ડુપ્લીકેશનનો ધંધો કરતો ઝડપાયો છે. બે વર્ષમાં આ શખ્સે રૂા. ૧ કરોડની બનાવટી અગરબતી વેચી નાખી છે. ગ્રેઇન માર્કેટની એક પેઢીમાંથી કોલકતાની ડીટેકટીવ એજન્સીએ આ બનાવટી જથ્થો ઝડપી લીધાં પછી પ્રકરણના મૂળ સુધી પહોંચાયું છે.      આશિકા બ્રાન્ડની સ્લીપવેલ નામની પ્રોડકટનું ડુપ્લીકેશન કરવામાં આવતું હતું. જો કે અગરબતી બનાવવાનું મશીન કબજે લેવાયું નથી. માત્ર પેકીંગ મશીન અને અગરબતીના કાર્ટુન તથા બોકસ કબજે લેવામાં આવ્યા છે.      ડીટેકટીવ એજન્સી તથા કંપનીના અધિકારીઓ એ સિટી સી ડિવિઝન પોલીસના સ્ટાફને સાથે રાખી આ છેતરપિંડીનું કારસ્તાન ઝડપી લીધું છે.

જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

     હાથરસ (ઉતરપ્રદેશ)ના ગેંગરેપ-હત્યાકાંડ સંદર્ભે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સતાવાળાઓને આવેદન આપવામાં આવ્યું છે. રાહુલ તથા પ્રિયંકા ગાંધી સાથેની પોલીસની વર્તણુંકનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.      આ તકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, જિલ્લા મંત્રી કે.પી. બથવાર, પ્રવિણભાઇ માધાણી, વશરામભાઇ રાઠોડ, અરવિંદભાઇ ગજેરા, મહિલા પ્રમુખ નયનાબેન જાડેજા, અશોકભાઇ ત્રિવેદી, અસલમભાઇ ખિલજી, જિગરભાઇ રાવલ, કાસમભાઇ જોખિયા, પંકજભાઇ અમેસરા વગેરે હાજર રહ્યા હતાં.

વડના ઝાડમાં આગ

     હીરજી મિસ્ત્રી રોડ પર પ્રમાણી સ્કૂલના સામેના ભાગમાં લીલાંછમ વડના વૃક્ષમાં આગ લાગતાં ફાયરશાખાએ આગ બૂઝાવી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીજવાયરોને કારણે અવારનવાર અત્રે આગના બનાવો બને છે. કયારેક જાનહાનિ સર્જાશે તો?! જવાબદારી કોની?

પોલીસભવના દ્વારે વિરોધ

     ઉતરપ્રદેશમાં રાહુલ ગાંધી વિરૂધ્ધ પોલીસે કરેલી કાર્યવાહીનો વિરોધ દર્શાવવા જામનગરમાં વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં પોલીસ ભવન ખાતે હિટલર શાહી બંધ કરો, ભાજપા ભગાવો લોકતંત્ર બચાવો જેવા લખાણ સાથેના પોસ્ટર લઇ ઉભાં ધરણાં કરવામાં આવેલાં. આ તકે ભરતભાઇ વાળા, દેવશી આહિર, સહારાબેન મકવણા, જેનબબેન ખફી, જેતુમબેન રાઠોડ વગેરે હાજર રહ્યા હતાં.

વોર્ડ નંબર ૪ માં સીસી બ્લોક

     જામનગરના વોર્ડ નંબર ૪ માં નવાગામ ઘેડમાં સરકારી સ્કૂલ નજીકના વિસ્તારોમાં રૂા. ૧.૨૬ લાખના ખર્ચે સીસી બ્લોક પાથરવાના કામનો રાજ્યમંત્રી હકુભા જાડેજા દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેટર કેશુભાઇ માડમ, જડીબેન સરવૈયા, રચનાબેન નંદાણીયા ઉપરાંત દિલિપસિંહ જેઠવા, સામતભાઇ પરમાર તથા આ વિસ્તારના રહેવાસીઓ હાજર રહ્યા હતાં.

મહિલા આયોગની ટીમ પિડીતાના ઘરે પહોંચી

     જામનગરમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પિડીતા તથા તેના પરિવારજનોના વિનેદનો નોંધવા ૪ સભ્યોની મહિલા આયોગની ટીમ (ધ્યાતિ ભટ્ટ વગેરે) પિડીતાના ઘરે પહોંચી હતી. આ ટીમ રિપોર્ટ તૈયાર કરશે કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી? અને સમગ્ર ઘટના બની કઇ રીતે? આ રિપોર્ટ આયોગમાં જમા કરવામાં આવશે.      આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષા નયનાબા જાડેજા, શહેર મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા, નગરસેવિકાઓ નિતાબેન પરમાર, જેનબબેન ખફી, જેતુનબેન રાઠોડ વગેરે હાજર રહ્યા હતાં.

દુષ્કર્મના આરોપીને ચપ્પલ માર્યુ

     જામનગરના યાદવનગર દુષ્કર્મકેસના ચોથા આરોપી મોહિત (મયૂર) આંબળિયાને ખંભાળિયાના મેઘપર ટીટોડીથી જામનગર લાવી મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપણીની વિધિ દરમ્યાન મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ (નગરસેવિકા જેનબબેન ખફી)ઐ આ આરોપીને ચપ્પલ વડે માર્યો હતો. ત્યારબાદ પોલીસ આરાપીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી જયાં કોંગ્રેસની મહિલા પાંખએ હલ્લાબોલ કરી દેખાવો કર્યા હતાં.

દુષ્કર્મના બે આરોપી જેલહવાલે

     જામનગર પોલીસે દુષ્કર્મ કેસના ૩ આરોપીઓને સોમવારે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરેલાં અદાલતે ૨ આરોપીની રિમાન્ડની માંગણી નામંજૂર કરી છે. ત્રીજા આરોપી મિલન ભાટીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.      દર્શન ઘેલુભાઇ ભાટિયા તથા દેવકરણ જેશાભાઇ ગઢવીના રિમાન્ડ નામંજૂર થયા છે. ચોથા આરોપી મોહિત આંબલિયાને આજે મંગળવારે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે. દર્શન તથા દેવકરણને હાલ જેલહવાલે કરવાનો આદેશ થયો છે.