જામનગર પોલીસે દુષ્કર્મ કેસના ૩ આરોપીઓને સોમવારે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરેલાં અદાલતે ૨ આરોપીની રિમાન્ડની માંગણી નામંજૂર કરી છે. ત્રીજા આરોપી મિલન ભાટીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
દર્શન ઘેલુભાઇ ભાટિયા તથા દેવકરણ જેશાભાઇ ગઢવીના રિમાન્ડ નામંજૂર થયા છે. ચોથા આરોપી મોહિત આંબલિયાને આજે મંગળવારે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.
દર્શન તથા દેવકરણને હાલ જેલહવાલે કરવાનો આદેશ થયો છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો