જામનગરમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પિડીતા તથા તેના પરિવારજનોના વિનેદનો નોંધવા ૪ સભ્યોની મહિલા આયોગની ટીમ (ધ્યાતિ ભટ્ટ વગેરે) પિડીતાના ઘરે પહોંચી હતી. આ ટીમ રિપોર્ટ તૈયાર કરશે કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી? અને સમગ્ર ઘટના બની કઇ રીતે? આ રિપોર્ટ આયોગમાં જમા કરવામાં આવશે.
આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષા નયનાબા જાડેજા, શહેર મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા, નગરસેવિકાઓ નિતાબેન પરમાર, જેનબબેન ખફી, જેતુનબેન રાઠોડ વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો