હાથરસ (ઉતરપ્રદેશ)ના ગેંગરેપ-હત્યાકાંડ સંદર્ભે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સતાવાળાઓને આવેદન આપવામાં આવ્યું છે. રાહુલ તથા પ્રિયંકા ગાંધી સાથેની પોલીસની વર્તણુંકનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
આ તકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, જિલ્લા મંત્રી કે.પી. બથવાર, પ્રવિણભાઇ માધાણી, વશરામભાઇ રાઠોડ, અરવિંદભાઇ ગજેરા, મહિલા પ્રમુખ નયનાબેન જાડેજા, અશોકભાઇ ત્રિવેદી, અસલમભાઇ ખિલજી, જિગરભાઇ રાવલ, કાસમભાઇ જોખિયા, પંકજભાઇ અમેસરા વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો