ક્રિકેટના કાશી તરીકે જાણીતા જામનગરની બાળાઓ ક્રિકેટમાં તેજસ્વીતા દેખાડી રહી છે. આ અગાઉ નગરની ૭ બાળાઓ district કક્ષાની ટૂર્નામેન્ટ માટેની ટીમમાં પસંદ થયા પછી વધુ એક વખત અન્ય ૭ બાળાઓ અન્ડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પસંદગી પામી છે. અન્ડર-૧૯ ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ આગામી પહેલી સપ્ટેમ્બરથી અમદાવાદ ખાતે રમાશે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમમાં જામનગરની ૭ બાળાઓ સતત ત્રીજા વર્ષે પસંદગી પામી છે. આ બાળાઓના નામો: માહિનૂર ચૌહાણ, અનુષ્ઠા ગૌસ્વામી, પ્રિતિકા ગૌસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તહેસીન ચૌહાણ અને રાબિયા સમા છે. આ તમામ બાળાઓ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈ રહી છે.