મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 8, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો નિત્યક્રમ

     ૧૧ મી ઓકટોબરે પારણાં નોમ નિમિતે ઉત્થાપન દર્શન સાંજે પાંચ વાગ્યે ૬ થી ૭ દર્શન બંધ, શયન રાત્રે ૯:૩૦ વાગ્યે.      આઠમી ઓકટોબર કસુંબા છઠ તથા ૧૦ મી ઓકટોબર જન્માષ્ટમીએ નિત્યક્રમ મુજબ જ દર્શન થશે.      બારમી ઓકટોબરે ઉત્સવ દર્શન સાંજે. ૧૩ ઓકટોબરે એકાદશી, ૧૪ ઓકટોબર વાઘબારસ, ધનતેરસ, નિત્યક્રમ મુજબ દર્શન. ૧૫ ઓકટોબરે રૂપ ચૌદશ દિપાવલી મંગળાઆરતી સવારે ૬, અનોસર ૧ વાગ્યે, હાટડી દર્શન રાત્રે ૮:૧૫ વાગ્યે, શયન ૯:૩૦ ૧૬ ઓકટોબર શ્રી ગોવર્ધનપૂજા ઉત્સવ દર્શન સવારે ૧૧, અનોસર ૧ વાગ્યે, શ્રીજીના અન્નકોટ દર્શન, સાંજે પાંચ તથા શયન રાત્રે ૯:૩૦ કલાકે.

પૂર્વ છાત્ર દ્વારા માતૃસંસ્થામાં પ્લાઝમા ડોનેશન

     જામનગરની મેડીકલ કોલેજના પૂર્વ છાત્ર ડો. દીપલ સુતરયિાએ જી.જી. હોસ્પિટલની બ્લડબેંકમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે અને એ રીતે માતૃસંસ્થાનું ઋણ ચૂકવ્યું છે. અત્યાર સુધીમાં ધોરાજીની પાંચ વ્યકિતઓએ જામનગરમાં પ્લાઝમાં ડોનેટ કર્યું  છે. ડો. સુતરિયાએ બે વખત પ્લાઝમાં ડોનેટ કર્યું  છે. જામનગરની બ્લડબેંકમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૧ દાતાઓએ પ્લાઝમા ડોનેટ કર્યું  છે. કોરોનામાંથી સાજાં થયેલી વ્યકિતનું પ્લાઝમાં કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગી છે.

જામનગરમાં પાણી મુદે દિલ્હી મોડેલ અનુસરવા "AAP"ની વિનંતી

     જામનગરના જળાશયોમાં બે વર્ષ ચાલે તેટલું પાણી છે. ભાજપાએ ચૂંટણી ઢંઢેરામાં લોકોને દૈનિક પાણીનો કોલ આપેલો છે. થોડાં સમય પહેલાં શાસકોએ દૈનિક પાણી વિતરણની વાત પણ કરી હતી.      બીપીએમસી એકટ મુજબ, દૈનિક પાણી તથા સારાં રસ્તાઓ મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે. લોકો પાસેથી આખા વર્ષનો પાણીચાર્જ વસૂલવામાં આવે છે. સતાવાળાઓ ૩૬૫ દિવસ પાણી આપતાં નથી.      દિલ્હીમાં આમ આદમી  પાર્ટી ગરીબ લોકોને દૈનિક પાણી આપે છે અને તે પણ વિના મૂલ્યે. શ્રીમંત લોકોને સસ્તુ પાણી આપે છે. જામનગરમાં પણ દિલ્હી મોડેલ મુજબ મહાનગરપાલિકાએ નગરજનોને પાણી આપવું જોઇએ એવી માંગણી સાથે આમ આદમી પાર્ટીના જામનગર શહેર પ્રભારી અનિરૂધ્ધસિંહ ઝાલા તથા અન્ય આગેવાનોએ મહાનગરપાલિકા સતાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે.

લાલ બંગલા સર્કલમાં ધરણાં

     જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે લોકશાહી બચાવો મંચના નેજા હેઠળ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા એ.એ. ચાકી, પૂર્વ નગરસેવિકા નિર્મળાબેન કામોઠી, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ (કાર્યકરી) કર્ણદેવસિંહ જાડેજા, લોકસરકાર મંચના ઇન્ચાર્જ જિગર રાવલ વગેરે આ ધરણાંમાં જોડાયા છે.      આ મંચ દ્વારા ઉતરપ્રદેશ હાથરસકાંડ તથા જામનગરના દુષ્કર્મકાંડમાં ઝડપી અને તટસ્થ તેમ જ કડક ન્યાયની માંગણી કરવામાં આવી છે. ઉતરપ્રદેશ તથા કેન્દ્રની સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે.

જોખમી બાયોમેડીકલ વેસ્ટ

          જામનગરમાં જોલીબંગલા રોડ નજીક શ્યામજી કૃષ્ણ વર્મા પાર્ક-તળાવની પાળ પાસે વધુ એક વખત જોવા મળ્યું છે કે, બાયો મેડીકલ વેસ્ટનો જોખમી નિકાલ થાય છે. આ વેસ્ટમાં પીપીઇ કીટ પણ મળી આવી છે જે વધુ જોખમી બાબત છે. આ પ્રકારનો કચેરી અત્રે કોણ ઠાલવી જાય છે ? જો કે લોકોમાં ચર્ચા છે કે શું સીસીટીવી શોભાના ગાંઠીયા છે? આ કચરો નાખવા વાળાને મહાનગરપાલિકા દંડ કરેશે? કચરો કોણ કરે છે તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે. પરંતુ મહાનગરપાલિકા કયારેય આ જવાબદારી નિભાવતી નથી.      મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા વગેરેએ આ જોખમી કચરા અંગે મહાનગરપાલિકા સતાવાળાઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. પરંતુ રાબેતા મુજબ જ કોર્પોરેશન દ્વારા આ જોખમી કચરા સંબંધે કોઇ જ પગલાં ભરવામાં આવશે નહીં, તે બાબત નિશ્વિત છે.      હાલના રોગચાળાના સમયમાં મહાનગરપાલિકાની આ બેદરકારી દુ:ખનો વિષય છે.

યાર્ડમાં ખેત ઉત્પાદનોની આવક

     સાતમી ઓકટોબરે જામનગરના યાર્ડમાં ૪૫૭૨ મણ ઘઉંની આવક (૨૭૫ થી ૩૨૩), ૩૮૧૨ મણ અડદ (ભાવ ૧૨૨૦ થી ૧૭૧૫), ૧૭૨૮ મણ ચણા (ભાવ ૭૫૦ થી ૧૧૦૧) ૬૧૨૫ મણ મગફળી (જીણી-જાડી), જીણીનો ભાવ રૂપિયા ૭૧૨ થી ૯૬૯ જીરૂ ૨૨૯૨ મણ (ભાવ ૨૨૦૦ થી ૨૩૭૦).જામનગર, રાજકોટ અને ગોંડલ જિલ્લામાં મગફળીનું મોડું વાવેતર કરેલ હોય હાલ આવક ચાલુ છે.       અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ટેકા ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટેશનની શરૂઆત કર્યા બાદ આગામી તારીખ ૨૧ ઓકટોબરથી ખરીદી કરવાની શરૂઆત કરશે.