જામનગરમાં જોલીબંગલા રોડ નજીક શ્યામજી કૃષ્ણ વર્મા પાર્ક-તળાવની પાળ પાસે વધુ એક વખત જોવા મળ્યું છે કે, બાયો મેડીકલ વેસ્ટનો જોખમી નિકાલ થાય છે. આ વેસ્ટમાં પીપીઇ કીટ પણ મળી આવી છે જે વધુ જોખમી બાબત છે. આ પ્રકારનો કચેરી અત્રે કોણ ઠાલવી જાય છે ? જો કે લોકોમાં ચર્ચા છે કે શું સીસીટીવી શોભાના ગાંઠીયા છે? આ કચરો નાખવા વાળાને મહાનગરપાલિકા દંડ કરેશે? કચરો કોણ કરે છે તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે. પરંતુ મહાનગરપાલિકા કયારેય આ જવાબદારી નિભાવતી નથી.
મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા વગેરેએ આ જોખમી કચરા અંગે મહાનગરપાલિકા સતાવાળાઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. પરંતુ રાબેતા મુજબ જ કોર્પોરેશન દ્વારા આ જોખમી કચરા સંબંધે કોઇ જ પગલાં ભરવામાં આવશે નહીં, તે બાબત નિશ્વિત છે.
હાલના રોગચાળાના સમયમાં મહાનગરપાલિકાની આ બેદરકારી દુ:ખનો વિષય છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો