જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે પાંચ વર્ષથી રખડતાં ભટકતા લૂંટના આરોપીને શોધી કાઢયો છે. આરોપીનું નામ ભરત ચૂનિયા ભાભોર છે જે દાહોદ જિલ્લાનો છે. તેને જામજોધપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં દાહોદ જિલ્લામાં થયેલી એક સામાન્ય લૂંટમાં આ આરોપી સંડોવયેલો હોવાનું જાહેર થયું છે. આ કામગીરીમાં સ્કવોડના હંસરાજભાઇ, ધર્મેદ્રસિંહ, ગજેન્દ્રસિંહ વગેરે જોડાયા હતાં.