મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 20, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

દુનિયાાની સૌથી મોટી ટેક કંપની એપલને અમેરિકાની અદાલતે રૂપિયા ૮૪૦ કરોડનોદંડ ફટકાર્યો છે. કંપનીએ ૨૦૧૬ માં આઇફોન ૬-૭ અને SE  ના મોડેલનું અપડેટ કર્યુ ત્યારે જૂના આઇફોન સ્લો થઇ ગયા હતાં. કંપનીએ આ અંગે ગ્રાહકોને કોઇ જ જાણકારી આપી ન હતી દેશની આર્થિક ગતિવિધિઓ કોરોના પહેલાંના સ્તેર પહોંચી છે. વિવિધ રેટિંગ એજન્સીઓ ભારતના રેટીંગમાં વધારો કરી રહી છે. ખરીદ ક્ષમતામાં ૩૦ ટકાનો ઉછાળો છે. દેશનો જીડીપી લાંબા ગાળે વધશે. દેશના ઉત્પાદનક્ષેત્રમાં રોજગારી વધારવા માટેના પ્રયાસો ચાલુ છે. ૨૦૧૮-૧૯ માં સરકારી દેવું. જીડીપી ના ૭૨ ટકા હતુ. જે ૯૮.૩ ટકા થયું છે પરંતુ ૨૦૨૧/૨૨ માં તે ઘટીને ૮૭.૫ ટકા થશે ગાંધીનગરના ગિફટ સિટીમાં મેરીટાઇક કલસ્ટર બનાવામાં આવશે. ગુજરાતના બંદરો પર થતી આર્થિક પ્રવૃતિઓને વેગ આપવા આ નિર્ણય લેવાયો છે જેનાથી મેરીટાઇમ ક્ષેત્રમાં રોજગાર પ્રવૃતિઓ વધશે ગુજરાતમાં તહેવારોની ઉજવણી બાદ શિયાળાના પ્રારંભે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેખરેખ, તપાસ માટે ત્રણ તબીબોની ટીમ મોકલી છે. ૨૩ મીથી ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ શરૂ થયાની હતી. પરંતુ સરકારે આ નિર્ણય હાલ મોકૂફ સંખ્યાની જાહેરાત કરી છે.

જામનગર ભાજપાનો કાર્યક્રમ

     જામનગર શહેર ભાજપાના નવનિયુકત પ્રમુખ ડો. વિમલ કગથરાએ મી નવેમ્બરે પોતાનો પદભાર સંભાળ્યો છે. આ તકે શહેર ભાજપા કાર્યાલયમાં સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવેલું અને કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.      કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, મેયર હસમુખભાઇ જેઠવા, તથા પૂર્વ ધારાસભ્ય મનહરભાઇ ઝાલાની ઉપસ્થિતિમાં તેઓએ પદભાર સંભાળ્યો ત્યારે પક્ષના પૂર્વ અધ્યક્ષો, અગ્રણીઓ તથા કાર્યકર્તા ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

બાળકોના શ્વાસ-અસ્થમા રોગ માટે કેમ્પ યોજાશે

     આગામી ૨૧ મી નવેમ્બરે, આયુર્વેદ હોસ્પિટલ (રિલાયન્સ મોલ સામે)ના ઓપીડી રૂમ નંબર ૧૫ માં બાળકોમાં થતાં શ્વાસ, અસ્થમાં ના રોગ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.      ઘણાં બાળકોને નાકમાંથી કફ વહે છે. ઉધરસ, છીંકો આવે છે, રાત્રે સૂવામાં તકલીફ થાય, શ્વાસની ગતિમાં વૃધ્ધિ, ફેફસાંમાંથી હવા લીક થવી, ચામડીની એલજી<, ન્યૂમોનિયા (ભરાણી) જેવાં રોગોનું નિદાન કરવામાં આવશે.    

યાર્ડની કામગીરી ફરી શરૂ

          દિવાળીની રજાઓ બાદ લાભપાંચમથી જામનગરનું માર્કેટ યાર્ડ ફરીથી ધમધમવા માંડયું છે. ૧૯ મી નવેમ્બરે અંદાજે રર૫ થી વધુ વાહનોમાં મગફળીની ૨૦૦૦૦ થી વધુ ગુણી, કપાસની સંખ્યાબંધ બોરીઓ તથા તલ, એરંડા, મોટાં પ્રમાણમાં હરાજીમાં વેચાળા માટે લાવવામાં આવ્યા હતાં.

બાળક દતક કેમ લેવાય?

     ભારતમાં નિ:સંતાન દંપતિ ઉપરાંત બાળકો ધરાવતાં દંપતિ પણ બાળક દત્તક લઇ શકે છે. સરકાર માન્ય આ પ્રકારની ૧૯ સંસ્થાઓ છે. દંપતિની તમામ વિગતો મેળવ્યા પછી જિલ્લા એડોપ્શન કમિટી આ અંગે નિર્ણય લ્યે છે. બાદમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી બાળક દત્તક આપવામાં આવે છે.      માત્ર છોકરાઓ કે છોકરીઓ ધરાવતાં ત્રણ કે તેથી વધુ સંતાનોના માતાપિતા પણ બાળક દત્તક લઇ શકે. આ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. સાઇટ દ્યદ્યદ્ય.ચઅરઅ.નાચ.ાન જિલ્લાની બાળ સુરક્ષા કચેરીનો પણ સંપર્ક સાધી શકાય.      વધુ વિગતો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ (૦૨૮૮-૨૫૭૧૦૯૮) અથવા સ્ત્રી વિકાસ ગૃહ (૦૨૮૮-૨૬૭૬૯૮૩)નો સંપર્ક સાધવો.

જિલ્લામાં શિક્ષકોની ભરતી

     જામનગર જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ ૧૧-૧૨) માં ખાલી પડેલી ૧૭ પૈકી ૧૫ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કેમ્પના માધ્યમથી કરવામાં આવી છે. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડિયા ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યમાં કુલ ૫૬૪ શિક્ષકોની ભરતી થઇ છે.

રંગોળી સ્પર્ધા: વિજેતાઓને ઇનામો

     જામનગરની નવાનગર નેચર કલબના ઉપક્રમે "પ્રકૃતિ" વિષય સાથે ઓનલાઇન રંગોળી સ્પર્ધા યોજાયેલી, જેના વિજેતાઓને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના નિવાસસ્થાને ઇનામોનું વિતરણ કરવામાં આવેલુ.      સ્પર્ધાના એ વિભાગમાં એકતા ભારદીયા તથા ઉર્વી ધોરેચા પ્રથમ બે ક્રમે તથા પૃથા મોરસાણિયા, મેઘા જેઠવાને આશ્વાસન ઇનામો પ્રાપ્ત થયા છે.      સ્ધર્પાના બી વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે રિધ્ધી શેઠ, સન્ની કુંભારાણા, પૂનમ કનખરા તથા નિકિતા સાંગાણી અને ચાંદની તન્નાને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતાં.