ભારતમાં નિ:સંતાન દંપતિ ઉપરાંત બાળકો ધરાવતાં દંપતિ પણ બાળક દત્તક લઇ શકે છે. સરકાર માન્ય આ પ્રકારની ૧૯ સંસ્થાઓ છે. દંપતિની તમામ વિગતો મેળવ્યા પછી જિલ્લા એડોપ્શન કમિટી આ અંગે નિર્ણય લ્યે છે. બાદમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી બાળક દત્તક આપવામાં આવે છે.
માત્ર છોકરાઓ કે છોકરીઓ ધરાવતાં ત્રણ કે તેથી વધુ સંતાનોના માતાપિતા પણ બાળક દત્તક લઇ શકે. આ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. સાઇટ દ્યદ્યદ્ય.ચઅરઅ.નાચ.ાન જિલ્લાની બાળ સુરક્ષા કચેરીનો પણ સંપર્ક સાધી શકાય.
વધુ વિગતો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ (૦૨૮૮-૨૫૭૧૦૯૮) અથવા સ્ત્રી વિકાસ ગૃહ (૦૨૮૮-૨૬૭૬૯૮૩)નો સંપર્ક સાધવો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો