- દુનિયાાની સૌથી મોટી ટેક કંપની એપલને અમેરિકાની અદાલતે રૂપિયા ૮૪૦ કરોડનોદંડ ફટકાર્યો છે. કંપનીએ ૨૦૧૬ માં આઇફોન ૬-૭ અને SE ના મોડેલનું અપડેટ કર્યુ ત્યારે જૂના આઇફોન સ્લો થઇ ગયા હતાં. કંપનીએ આ અંગે ગ્રાહકોને કોઇ જ જાણકારી આપી ન હતી
- દેશની આર્થિક ગતિવિધિઓ કોરોના પહેલાંના સ્તેર પહોંચી છે. વિવિધ રેટિંગ એજન્સીઓ ભારતના રેટીંગમાં વધારો કરી રહી છે. ખરીદ ક્ષમતામાં ૩૦ ટકાનો ઉછાળો છે. દેશનો જીડીપી લાંબા ગાળે વધશે. દેશના ઉત્પાદનક્ષેત્રમાં રોજગારી વધારવા માટેના પ્રયાસો ચાલુ છે. ૨૦૧૮-૧૯ માં સરકારી દેવું. જીડીપી ના ૭૨ ટકા હતુ. જે ૯૮.૩ ટકા થયું છે પરંતુ ૨૦૨૧/૨૨ માં તે ઘટીને ૮૭.૫ ટકા થશે
- ગાંધીનગરના ગિફટ સિટીમાં મેરીટાઇક કલસ્ટર બનાવામાં આવશે. ગુજરાતના બંદરો પર થતી આર્થિક પ્રવૃતિઓને વેગ આપવા આ નિર્ણય લેવાયો છે જેનાથી મેરીટાઇમ ક્ષેત્રમાં રોજગાર પ્રવૃતિઓ વધશે
- ગુજરાતમાં તહેવારોની ઉજવણી બાદ શિયાળાના પ્રારંભે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેખરેખ, તપાસ માટે ત્રણ તબીબોની ટીમ મોકલી છે. ૨૩ મીથી ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ શરૂ થયાની હતી. પરંતુ સરકારે આ નિર્ણય હાલ મોકૂફ સંખ્યાની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો