મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 20, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સતવારા છાત્રો દ્વારા આવેદન

     જામનગરના સમસ્ત સતવારા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, તાજેતરમાં સતવારા સમાજના હિતેષ ચંદ્રકાંતભાઇ પરમારે ભૂમાફિયાઓના ત્રાસથી આપઘાત કર્યો છે. આ મૃતકના પરિવારને પોલીસરક્ષણ આપવું જોઇએ તથા આ પ્રકરણમાં મૃતકના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે આરોપીઓ વિરૂધ્ધની તમામ કાર્યવાહીઓ ઝડપથી કરવા માંગણી કરી છે.      સતાવારા સમાજની બીજી અનેક જમીનમાં માફિયાઓએ પેશકદમી કરી છે તે તમામ જમીનોની તપાસની માંગણી પણ થઇ છે. એસોસિએશનના પ્રમુખ રાજેશ કણઝારિયા, શ્યામ કણઝારિયા, રામજી બૂમતરીયા વગેરેએ આ આવેદનપત્ર આપ્યું છે.

ફટાકડાના પરવાના બાબત

     આગામી દિવાળીના સમયમાં ફટાકડાના વેપાર માટે ધંધાર્થીઓને એસડીએમ કચેરી દ્વારા ફટાકડાના હંગામી પરવાનાઓ આપવામા આવશે. ૫૦૦ ચોરસ ફૂટથી નાની જગ્યા વાળાને પરવાનો મળશે નહીં. હોસ્પિટલ, ખાણીપીણીની દુકાનો જેવા જાહેર સ્થળોથી ૧૫ મીટર દૂરના સ્થળે જ પરવાનો મળશે. અરજી ફોર્મ શહેર મામલતદાર કચેરીએથી મળશે. ૨૭ ઓકટોબર સુધીમાં આધાર પૂરાવાઓ સાથે અરજીઓ પરત આપવાની રહેશે.

ફરીથી પુલ ધોવાઇ ગયો!

     જામનગરમાં ખોજા નાકા બહારના વિસ્તારમાં મણિકર્ણિકેશ્વર મંદિર નજીક પુલના અધૂરાં કામને કારણે, પુલ જવાથી હજારો લોકો પરેશાન છે - એ રિપોર્ટ તારીખ બીજી ઓકટોબરે "અંજલિ ન્યૂઝ" દ્વારા જાહેર કરવામાં આવેલો. જેમાં જણાવાયું હતું કે, મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી.      આજની તારીખે પણ પરિસ્થિતિ આ જ છે. તાજેતરમાં રવિવારે સાવ સામાન્ય વરસાદ આવ્યો ત્યારે આ પુલ ફરીથી ધોવાઇ ગયો છે. હજારો લોકો પરેશાન છે. દર વખતે વરસાદને કારણે આમ બને છે છતાં પુલનો રોડ મજબૂત રીતે બનાવવામાં આવતો નથી એવી ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ વિસ્તારના નાગરિકો મદદ માટે "અંજલિ ન્યૂઝ' ને આ અંગે અચૂક જાણ કરે છે. સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે આ પુલ યોગ્ય રીતે ફરી બનાવી રોડ ચાલુ કરવામાં આવે જેથી લોકોને વધુ હાલાકી ભોગવી ન પડે.

બાલાચડીની સૈનિક સ્કૂલમાં છાત્રાઓને પ્રવેશ મળશે

     બાલાચડી સૈનિક સ્કૂલમાં આગામી શૈક્ષણિક વધુ માં વધુ ૧૦ છાત્રાઓને પ્રવેશ આપવામાં આવશે. બાળાઓ માટે છાત્રાલયની સુવિધા છે. છોકરાઓ જેવી જ લશ્કરી તાલીમ બાળાઓને પણ આપવામાં આવશે. આ વર્ષેથી પ્રથમ વખત સૈનિક સ્કૂલમાં બધાં માટેની પ્રવેશ પરીક્ષા નેશનલ ટેસ્ટ એજન્સી (એનટીએ) દ્વારા લેવામાં આવશે.      ૧૯ નવેમ્બર સુધીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી કરવાની રહેશે. પ્રવેશ પરીક્ષા ૧૦ જાન્યુઆરીના દિવસે છે. વધુ વિગતો માટે https://www.nta.ac.in  અથવના http://www.aissee.nta.nic.ac.in ની મુલાકાત લેવી.      હવેથી માત્ર છઠ્ઠા ધોરણથી જ પ્રવેશ મળશે, નવામા ધોરણથી પ્રવેશ નહીં મળે.

નગરસેવક દ્વારા આક્ષેપપત્રિકા

     જામનગરના કોંગ્રેસના નગરસેવક આનંદ રાઠોડ દ્વારા આક્ષેપ પત્રિકાઓ વેચવામાં આવી છે. પત્રિકામાં જણાવ્યું છે. ભાજપાએ પાંચ વર્ષમાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ કર્યો નથી. સ્વચ્છતા મામલે નોંધપાત્ર કામગીરી કરી નથી. કરાર આધારિત ૫૪ કર્મચારીઓને ૧૨ વર્ષથી હંગામી છે તેમને કાયમી કર્યા નથી. પાંચ વર્ષ દરમ્યાન લોકોએ અનેક રજૂઆતો કરવી પડી અને આંદોલનો કરવા પડયા. પૂરતું શુધ્ધ પાણી આપ્યું નથી., પાણીચાર્જ બમણો વસૂલ્યો છે. જેએમસીમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીઓ કરી નથી. પાંચ વર્ષમાં ત્રીજું સ્મશાન નથી બનાવી શકયા. પાંચ વર્ષમાં રમતગમત માટે શાસકોએ એક પણ મેદાન વિકસાવ્યું નથી.

વોર્ડ નંબર ૨ માં સીસી રોડનું ખાતમૂહુર્ત કરતાં રાજ્યમંત્રી

       શહેરના વોર્ડ નંબર ૨ સોનલનગર વિસ્તારમાં રૂા. ૧૧ લાખના ખર્ચે સીસી રોડના કામનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. આ તકે મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, મહામંત્રી વિમલ કગથરા, જયેદ્રસિંહ ઝાલા, કિશનભાઇ માડમ, જનકબા જાડેજા, ભાવીશા ધોળકિયા તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જનરલ બોર્ડની બેઠક સંપન્ન

     જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક સોમવારે ટાઉનહોલ ખાતે યોજાઇ ગઇ જેમાં શાસકપક્ષે શહેર માટે ૪ નવી ટીપી સ્કીમ માટેના મુસદા જાહેર કર્યા છે. જે સર્વાનુમતે મંજૂર થયા છે. જો કે વિપક્ષ તેમ જ શાસકપક્ષના સભ્યોએ પણ ટીપી સ્કીમની અમલવારી મુદે્ શાસકપક્ષની ટીકાઓ કરી હતી. હકારાત્મક સૂચનો કર્યા હતાં. અમલવારીની ક્ષતિઓ દૂર કરવા જણાવ્યું હતું.      આ ઉપરાંત ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં મહાનગરપાલિકા પક્ષપાત રાખે છે એવો આક્ષેપ કરી વિપક્ષના પૂર્વ નેતાએ જનરલ બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. દયારામ લાઇબ્રેરીના ગેરકાયદે બાંધકામનો મુદ્‌ો ગૃહમાં ગાજ્યો હતો. કમિશનર કશંુ જ બોલવાની સ્થિતિમાં ન હતાં.      આ ઉપરાંત વીજતંત્રને સબસ્ટેશનનો સ્થાપવા મહાનગરપાલિકા દ્વારા જમીનો આપવાની પ્રક્રિયા પણ બોર્ડમાં કરવામાં આવેલી.      મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર કરશન કરમૂરે બોર્ડની કામગીરીનું સંચાલન કયું< હતું. વિપક્ષને પ્રÅનો રજૂ કરવાની તક મળી હતી.