મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 18, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જુહુ (મુંબઇ)ના એક ગરીબ પરિવારના બાળકનું અપહરણ કરી રૂપિયા ચાર લાખમાં તેલંગણના રાજ્યમાં વેચી દેનાર ત્રણ આરોપીને પકડી લેતાં પોલીસ: ઘટના ૧૧ નવેમ્બર. વડોદરાના વાઘોડીયા પાસે સુરતથી પાવાગઢ જતાં લોકોને અકસ્માત થતાં ૧૧ લોકોના મોત અને ૧૭ ઘાયલ: સુરતના વરાછા (ભૂળ ભાવનગર) રહેવાસી પાવાગઢ દર્શને જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો:સીએમ વિજય રૂપાણીએ શોક વ્યકત કર્યો. રેવાડી (હરિયાણા)માં મંગળવારે ૫ સરકારી અને ૩ ખાનગી સ્કૂલોના ૮૦ બાળકો કોરોનાગ્રસ્ત: સરકારની ગાઇડલાઇન્સ મુજબ ૨ નવેમ્બરે ધોરણ ૯ થી ૧૨માં સુધીની સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી: જિલ્લા શિક્ષણા અધિકારીએ સ્કૂલોને ૧૫ દિવસ સુધી બંધ રાખવા અને સેનેટાઇઝ કરવાનો આદેશ કર્યો. ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૂદુલા સિન્હા (ઉં.૭૭)નું નિધન: પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે શોક વ્યકત કર્યો. કોંગ્રેસ પાસે જમીન પર સંગઠન ઘણું નબળુ: કપીલ સિબ્બલના નિવેદનપ પછી પી. ચિદબ્બરે પણ ઉઠાવ્યો કોંગ્રેસ સંઘઠન પર સવાલ. વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટે ભારત અર્થતંત્ર પર ચિંતા વ્યકત કરી: ગરીબ માટેની નીતી અંગે ચિંતા કરી, કહ્યું કે ગરીબોને આર્થિક મદદની જરૂર: કૌશિક બાસુ...