મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જુહુ (મુંબઇ)ના એક ગરીબ પરિવારના બાળકનું અપહરણ કરી રૂપિયા ચાર લાખમાં તેલંગણના રાજ્યમાં વેચી દેનાર ત્રણ આરોપીને પકડી લેતાં પોલીસ: ઘટના ૧૧ નવેમ્બર.
  • વડોદરાના વાઘોડીયા પાસે સુરતથી પાવાગઢ જતાં લોકોને અકસ્માત થતાં ૧૧ લોકોના મોત અને ૧૭ ઘાયલ: સુરતના વરાછા (ભૂળ ભાવનગર) રહેવાસી પાવાગઢ દર્શને જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો:સીએમ વિજય રૂપાણીએ શોક વ્યકત કર્યો.
  • રેવાડી (હરિયાણા)માં મંગળવારે ૫ સરકારી અને ૩ ખાનગી સ્કૂલોના ૮૦ બાળકો કોરોનાગ્રસ્ત: સરકારની ગાઇડલાઇન્સ મુજબ ૨ નવેમ્બરે ધોરણ ૯ થી ૧૨માં સુધીની સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી: જિલ્લા શિક્ષણા અધિકારીએ સ્કૂલોને ૧૫ દિવસ સુધી બંધ રાખવા અને સેનેટાઇઝ કરવાનો આદેશ કર્યો.
  • ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૂદુલા સિન્હા (ઉં.૭૭)નું નિધન: પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે શોક વ્યકત કર્યો.
  • કોંગ્રેસ પાસે જમીન પર સંગઠન ઘણું નબળુ: કપીલ સિબ્બલના નિવેદનપ પછી પી. ચિદબ્બરે પણ ઉઠાવ્યો કોંગ્રેસ સંઘઠન પર સવાલ.
  • વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટે ભારત અર્થતંત્ર પર ચિંતા વ્યકત કરી: ગરીબ માટેની નીતી અંગે ચિંતા કરી, કહ્યું કે ગરીબોને આર્થિક મદદની જરૂર: કૌશિક બાસુ.
  • આસામના ગૌહાટી એરપોર્ટ પાસેથી સેનાની વર્દી પહેરીને ફરતાં ૧૧ લોકોને પોલીસે પકડી લીધાં: પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન સૈનિકોના યુનિફોર્મ પહેરેલા ૧૧ લોકોની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેની અટક કરવામાં આવી: આ ૧૧ લોકોની પૂછપરછ કરતાં કોઇ ડોકયુમેન્ટ (આર્મી આઇડી) ન મળતાં અને તેની પાસેથી ૪ બાઇક અને એક કાર જપ્ત કરવામાં આવી.
  • બિહાર ચૂંટણી દરમિયાન ભાજપે તેજસ્વી યાદને ધોરણ પાસ કહીને યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા: ભાજપે તારકિશોર પ્રસાદ (ધોરણ ૧૨ પાસ)ને ડેપ્યુટી સીએમ અને નાણાં ખાતુ આપતાં સવાલ કરતી આર.જે.ડી.
  • દિલ્હીમાં કોરોના બેકાબૂ બનતાં હવે લગ્નમાં ૨૦૦ બદલ હવે ૫૦ લોકોને જ હાજર રાખી શકાશે.
  • લક્ષ્મી વિલાસ બેંક પછી મહારાષ્ટ્રના જાલ જિલ્લાાં આવેલી મંથા કો.ઓ. બેંક પર ૬ મહિનનો પ્રતિબંધ મૂકાયો: છ મહિના સુધી ગ્રાહકો રૂપિયાની લેવડ-દેવડ નહીં કરે શકે: આરબીઆઇ
  • અભિષેક બેનરજીની શોર્ટ ફિમ્મ "પાશ"ની એન્ટ્રી ઓસ્કરમાં: ધીરજ જિંદલ દ્વારા બનાવવામાં આવેલી ૧૩ મિનીટની આ શોર્ટ ફિલ્મમાં અભિષેક લીડ રોડમાં.
  • હરિયાણા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજ એ પોતાના પર કોરોના વેકિસનની ટ્રાયલ કરવા કરી જાહેરાત.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...