મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મદિને વૃક્ષારોપણ

     જામનગર નજીકના નાની ખાવડી ગામના યુવા સરપંચ કનકસિંહ જાડેજાના જન્મદિને ૩૦ મી ઓકટોબરે ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં નાની ખાવડીના ઉપસરપંચ તેમજ તમામ પંચાયત સદસ્યો જોડાયા હતાં અને જન્મદિનની ઊજવણીને યાદગાર બનાવી હતી.

સ્વ. કેસુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ

     ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ જામનગર ભાજપા દ્વારા સદ્‌ગતને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી. સ્વ. કેશુભાઇના કામોને યાદ કરવામાં આવ્યા. ભાજપાના વિકાસના તેઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી. ખેતી તથા પાણી સહિતના ક્ષેત્રોમાં તેઓની કામગીરીને વાગોળવામાં આવી.

વીજતંત્રના ઇજનેરો નારાજ છે.

     જીઇબી એન્જિનીયર્સ એસોસિએશન દ્વારા અધિક્ષક ઇજનેરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું  છે કે, ઇજનેરોની પડતર માંગો અંગે બે વર્ષથી મૌખિક, લેખિત રજૂઆતો પછી પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર એસોસિએશન પ્રત્યે રાગદ્વેશ રાખે છે. બેઠક બોલાવતું નથી. લોકલ રિકવેસ્ટ ઓપરેટ કરવામાં આવતી નથી. ઇજનેરો પર કામનું ભારણ છે. જેથી તેઓની શારીરિક-માનસિક સ્થિતિ બગડે છે. જૂનિયર ઇજનેરોના બદલીઓના ઓર્ડર પછી દોઢ-દોઢ વર્ષ સુધી તેઓને છૂટાં કરવામાંં આવતાં નથી. બદલીઓના ઓર્ડર મહિનાઓ બાદ અચાનક રદ્‌ થઇ જાય છે. ઇજનેરોની બદલીઓમાં નિયમોનું પાલન થતું નથી. અમુક અધિકારીઓની બદલી જ નથી થતી. એસોસિએશન વતી એસોસિએશનના સીએસ એ.એમ. સોઢિયાએ આંદોલનની ચિમકી પણ આપી છે.

ફૂડ શાખાના ચેકીંગ નાટકો

     જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા તથા રાજ્ય સરકારનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ચેકીંગના નામે માત્ર નાટકો કરે છે, ખાસ કરીને તહેવારોના દિવસોમાં.      તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબિકા ડેરીની ચારેય શાખાઓમાં માત્ર મિઠાઇનું ચેકીંગ કરાયું. ફરસાણનું ચેકીંગ કરવામાં આવ્યું નથી. મિઠાઇ પર એકસપાયરી ડેટ લખવાના કેન્દ્ર સરકારના કાયદા બાબતે ચેકીંગ કરવામાં આવ્યું નથી. ભૂતકાળમાં પણ અંબિકા ડેરીના ઉત્પાદનોની કવોલિટી નબળી જાહેર થયેલી. મિઠાઇના નમૂનાઓ લઇ વડોદરા મોકલયા હતાં પણ આજ દિવસ સુધી ફૂડ શાખાએ આ રીપોર્ટ અંગે કોઇ જાહેરાત કરી નથી. આવું ચેકીંગ તહેવારો દરમિયાન કરવામાં આવે છે તે પણ નાટકના સ્વરૂપમાં નગરજનોને કોઇ ફાયદો નથી થતો.      ફૂડના નમૂનાઓ છેક વડોદરા મોકલવામાં આવે છે. પરિણામો, કાર્યવાહીઓમાં વર્ષો નીકળી જાય છે. પાછલાં ૧૦-૧૨ વર્ષમાં કયારેય કોઇ મિઠાઇવાળા વિરૂધ્ધ પગલાં નથી લેવાયા. ફકત નાટકના સ્વરૂપમાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે. હાલ પણ નગરની વિવિધ મિઠાઇની દુકાનોમાંથી નમૂનાઓ લેવાયા છે પણ પરિણામ શૂન્ય આવશે. આવા કિસ્સાઓમાં સરકાર કે સ્થાનિક પ્રસાશન ચેકીંગ પછીની કોઇ...

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોના સંક્રમણ ઘટયાનું આંકડાઓ દર્શાવે છે: ડીસ્ચાર્જ-મૃત્યુદર વધ્યો છે: શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં કોરોના હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોત નિપજ્યાં છે: શહેરમાં ૧૩ અને જિલ્લામાં ૧૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. જામનગર યાર્ડ શુક્ર, શનિ, રવિ બંધ છે. રવિવારની રાત્રિથી ફરી મગફળીની આવક શરૂ થશે. જિલ્લામાં પાછળાં ૪ દિવસો દરમિયાન ૧૦૧૦૦ ખેડૂતોને એસએમએસ કરી ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવેલાં. માત્ર ૪૭૫ ખેડૂતો જ આવેલાં. યાર્ડમાં પૂરતાં શ્રમિકો ન હોય મગફળીની આવક બંધ રાખવી પડે છે. સિક્કાના કોલસા કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ થઇ છે. આ શખ્સ કચ્છના સામખિયાળીનો અર્જુન મનજીભાઇ દાદલ છે. જામનગરમાં ૧૦ મહિનામાં અડધાં શહેરમાં ફોલ્ટના કારણે ૨૮૯૭ વીજફીડર બંધ રહ્યા: ફરિયાદોની સંખ્યા ૬૦૦૯: જૂલાઇ માસમાં વધુ ક્ષતિઓ સર્જાઇ: વીજતંત્રની મેન્ટેનન્સ કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. વિસ્ફોટક બલ્લેબાજી માટે જાણીતા ક્રિમ ગેલ દ્વારા ૧૦૦૦ સિકસનો વિક્રમ સ્થાપવામાં આવ્યો. આ પ્રકારનો વિશ્વનો તે પ્રથમ બેટસમેન છે. કોરોન પોલાર્ડના નામે ૬૯૦ મેક્કલુમના નામે ૪૮૫ તથા વોટસનના નામે ૪૬૭ સિકસ નોંધાયેલી છે. aiims ના ડાયરેકટરની ચેતવણ...

ગ્રીન જામનગરનો દાવો પોકળ?!

     કોર્પોરેશન ગ્રીન જામનગરનો દાવો ૨-૩ વર્ષથી કરે છે. ૩ વર્ષમાં શહેરમાં માત્ર ૩૩૮૯ ટ્રી ગાર્ડ મૂકાયા છે. તેની પાછળ રૂપિયા ૩૦ લાખનો ખર્ચ થયો છે. તેની જાળવણીમાં બેદરકારી દાખવામાં આવતી હોય છે. વચ્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થતાં રહે છે. દર વર્ષે ૨૫૦૦ રોપાઓનું વિતરણ થાય છે. પરંતુ વાવેતર બાદ તેની રખેવાળી કરવાની, માવજત કરવાની જવાબદારી કોની? તે પણ પ્રશ્ન છે. દર વર્ષે મેયર સહિતના પદાધિકારીઓને વ્યકિતગત ૩૫ તથા નગરસેવકોને ૧૦ ટ્રી ગાર્ડની ફાળવણી કરવામાં આવી છે. ટ્રી-ગાર્ડનો ભાવ રૂપિયા ૯૦૦-૨૫ હોય છે. વર્ષે ૧૦૦૦ આસપાસ ટ્રી ગાર્ડની ફાળવણી થાય છે. વર્ષ ૨૦૨૦ માં રોપાઓનું વિતરણ કોરોનાના કારણે કરવામાં આવતું નથી.

ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉપર ટેકસચોરીનો આરોપ

     ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બાયજયંત પાંડા, તેમના પત્ની જાગી માંગટ પાંડા ટેકસચોરી કરી રહ્યાનો આક્ષેપ છે. આ દપંતિ સાથે મંજૂલાદેવી ટ્રસ્ટની સાંઠગાંઠનો આક્ષેપ છે. આ ટ્રસ્ટના માલિક મંજુલા પૂજા શ્રોફ છે. તેણી ૨૪ કંપનીઓમાં ડીરેકટર છે. અગાઉ તેણી ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોયઝ લિમીટેડમાં પાંડાના આસિસ્ટન્ટ હતાં. ૧૯૯૩ થી ૨૦૦૩ વચ્ચેનું વિદેશો સાથેનું ટેકસચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે પાંડા દંપતિ વિરૂધ્ધ તપાસનો આદેશ આપ્યા પછી પણ તપાસમાં 'ઝડપ" આવી નથી.

શિક્ષણજગત ફરી કલંકિત

     જામનગર જિલ્લાના શિક્ષણજગતને વધુ એક વખત લાંછન લાગ્યું છે. ૫૬ વર્ષના એક આચાર્યની ધરપકડ થઇ છે. તેણે ૧૦ વર્ષની બાળાને અડપલાં કર્યાનો આક્ષેપ છે.      જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાંચ દેવડાની પ્રાથમિક શાળાની ૧૦ વર્ષની માસૂમ બાળાને સારાં માર્કસની લાલચ આપી શાળાના આચાર્ય બાબુ નાથભાઇ સંઘાણીએ આ બાળા સાથે શારીરિક અડપલાં કર્યા છે. એવી ફરિયાદ બાળાના પિતાએ પોલીસમાં નોંધાવતાં, પોકસો એકટ સહિતની કલમો હેઠળ આચાર્યની ધરપકડ થઇ છે.      આ ચકચારી બનાવ ગત્ સોમવારના દિને બન્યો હોવાનું કહેવાય છે. આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા પછી તેની ધરપકડ કરી, જેલ હવાલે મોકલવા કાર્યવાહી ચાલુ છે.

સંક્ષિપ્ત સમાચાર

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતમાં ભાજપાના ભિષ્મ પિતામહ કેશુભાઇ પટેલનું ટૂંકી બિમારી પછી અમદાવાદના સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગઇકાલે ગુરૂવારે બપોરે બાર વાગ્યા આસપાસ નિધન થયા પછી, સાંજે તેઓની સ્મશાનયાત્રા યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તેઓના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતાં. કાશ્મીરમાં હવે આંતકીઓનું નિશાન નેતાઓ. ભાજપાના યુવા મોરચાના મહાસચિવ ઉપરાંત અન્ય બે નેતાઓને આતંકીઓએ મારી નાંખ્યા છે. ત્રણેય નેતા સ્થાનિક કાશ્મીરી મુસ્લીમો હતાં. અગાઉ ૭ ઓકટોબરે ભાજપના નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો થયો હતો. તેઓ બચ ગયેલાં પરંતુ પીએસઓ અલ્તાફ હુશેનનું મૃત્યુ નિપજ્યું હતું. જામનગર શહેરમાં બુધવારે રાત્રે સમર્પણ સર્કલ તથા ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકીંગ કાર્યવાહી કરી હતી: મોટાં ઓપરેશનના ભાગરૂપે ચેકીંગ છે એવી વાત અફવા પૂરવાર થઇ કારણે કે પોલીસે આ ચેકીંગને રૂટિન લેખાવ્યું છે. જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર, બેડી તથા સમર્પણ, પંપહાઉસ નજીકના વિસ્તારોમાં દોડાવવા પડે છે પાણીના ટેન્કર: રૂપિયા ૧૧.૪૦ લાખનો ખર્ચ મંજૂર. કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં પૂનમ વલ્લભભાઇ જરમરિયા નામની ૨૦ વર્ષ...

કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

     જામનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વધુ એક વખત સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાવવાની માંગ, ટેકાના ભાવે કપાસની ખરીદી કરવી, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભોજના પ્રમાણ અંગે સૂચનો, ગામડાંઓમાં રખડતાં પશુઓ માટે વ્યવસ્થા કરવી, ખેતર-મકાનો માટે ખેડૂતો માટી-રેતી મેળવી શકે તે માટેની વ્યવસ્થા-ડિજિટલ યુવા છતાં ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, ગૌશાળાના ડીમોલીશનના બદલે કાયમી ભાડાકરાર કરી આપેવો, ગૌશાળાની ગાયો તથા ખેતીમાં જોડાતા બળદો માટે નિભાવ ખર્ચ, પાંજરાપોળની સહાય યોજનામાં જમીન મર્યાદા હટાવવી વગેરે મુદ્‌ાઓ અંગે પ્રમુખ રજનિશ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે.

કોર્પોરેશન દ્વારા ડીમોલીશન

     જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કમિશનરની સૂચના તથા કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન પ્રમાણે રણજિતસાગર રોડ પરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ૪ વિશાળ દુકાનોનું ડીમોલીશન કયું< છે. આ દુકાનો ૧૬૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં ખડકવામાં આવેલી. દુકાનોના નિર્માણ માટે કોર્પોરેશનમાંથી કોઇ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના, પાકાં પથ્થરોથી આ બાંધકામ કરવામાં આવેલું. આ કાર્યવાહીમાં એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતાં.      જામનગરમાં એસ્ટેટ શાખા સક્રિય દેખાઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં જલારામનગર (ગુરૂદ્વારા-સાત રસ્તા રોડ) સહિતના ગેરકાયદે બાંધકામો (કોર્ટમાં જીત્યા પછી પણ) હટશે કે કેમ? તે મુદે્ લોકોમાં ચર્ચા છે.

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં ઓમ ટે્રનિંગ હસ્તકના દિવ્યાંગ બાળકોએ પાંચેક હજારથી વધુ (માટીના) દીવડાંઓ બનાવ્યા છે. આ દીવડાંઓના વેચાણની રકમ દિવ્યાંગ બાળકો પાછળ ખર્ચ કરવામાં આવશે. લોકો પાસેથી ખરીદી સહયોગ આપી શકે છે. હાલારના ૪૦૦૦ વેપારીઓને વેટ આકારણીની નોટિસો આપવામાં આવી છે. જે કુલ વેપારીઓ પૈકી ૩૦ ટકા છે: તંત્રએ નોટિસો આપતાં દિવાળી ટાંણે વેપારીઓમાં નારાજગી જોવા મળે છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કુલ ૩૯૬ ખેડૂતોને ટે્રકટર ખરીદી માટે સરકાર દ્વારા કુલ રૂપિયા ૧૬૬ લાખની સબસિડી આપવામાં આવી. પ્રત્યેક ખેડૂતને ટ્રેકટર માટે રૂપિયા ૪૦ હજારની સબસિડી મળે છે. જામનગરના હાપા યાર્ડમાં ખૂલ્લી બજારમાં ખેડૂતોને મગફળીના પ્રતિમણ રૂપિયા ૧૪૦૦ સુધીનો ભાવ મળ્યો છે: ટેકાના ભાવ કરતાં રૂપિયા ૪૨૫ વધુ મળ્યા છે. જામનગર જિલ્લામાં બીજા દિવસે ટેકાભાવે મગફળી વેચવા માત્ર ૧૨૭ ખેડૂતો આવ્યા. જામનગરમાં જમીન માફિયાગીરી કેસમાં બુધવારે વધુ એક આરોપી યશપાલસિંહ જાડેજા પોલીસ સમક્ષ સરેન્ડર: બીજાં આરોપી જશપાલસિંહ જાડેજાનો જેલમાંથી કબજો લીધો.

કોરોના-લોકડાઉનના કારણેે જીએસટી આવકમાં ૬૦% ગાબડું

       ગત્ નાણાંકીયત વર્ષમાં જામનગરમાં જીએસટીની રૂપિયા.૧૦૩૮ કરોડની આવક થયેલી: જેની સામે ચાલુ વર્ષમાં રૂપિયા ૪૬૪ કરોડની આવક થઇ છે. આ આંકડા ૬ માસના છે. કોરોના-લોકડાઉનના કારણે આવકમાં ૬૦ ટકાનું ગાબડું પડયું છે. ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. હવે જીએસટીની આવક વધશે કેમ કે સર્વત્ર અનલોક થઇ ગયું છે. બિલવગરના માલની હેરાફેરી તથા બોગસ બિલિંગના કારણે પણ સરકારને નુકસાની થાય છે. ૨૦૧૯-૨૦નો જામનગર જીએસટીનો લક્ષ્યાંક રૂપિયા ૩૭૧૦ કરોડ હતો. આવક ૨૦૧૫ કરોડ થયેલી. ૨૦૨૦-૨૧માં લક્ષ્યાંક ૧૪૯૦ કરોડનો છે. ૬ મહિનામાં માત્ર ૪૬૪ કરોડની જ આવક થઇ છે. સૌથી વધુ આવક સપ્ટેમ્બર માસમાં થઇ છે. ગત્ નાણાંકીય વર્ષમાં સૌથી વધુ આવક જૂન માસમાં થઇ હતી.

મહાનગરપાલિકાનું ઓપરેશન ડીમોલીશન

     રાજ્ય સરકારની સહાયથી જામનગરમાં કોર્પોરેશન દ્વારા પ્રાચીન ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે કોર્પોરેશને ગઇકાલે મંગળવારે ભૂમિયા કોઠાની દિવાલને અડીને આવેલી ૪ દુકાનોનું ડીમોલીશન કર્યું  છે.      આ ૪ દુકાનો વર્ષોથી ગેરકાયદે આ સ્થળે હતી! દુકાનોના દસ્તાવેજો જ ન હતાં! અન્ય કેટલીક દુકાનો પણ હારબંધ આવેલી છે. કોર્પોરેશને આ હૈયાત દુકાનોના માલિકો-સંચાલકોને દસ્તાવેજો રજૂ કરવા સમય મર્યાદા આપી છે.      અત્રે નોંધનિય છે કે, ભૂતકાળમાં ભૂજિયા કોઠા નજીક ઘણાં બાંધકામો વિવાદસ્પદ રીતે બન્યા છે આગામી દિવસોમાં ત્યાં નવાજૂની થશે?!

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. મંગળવારે શહેરમાં ૧૧ તથા જિલ્લામાં ૧૦ નવા કેસ નોંધાયા:૨૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં ૬ દર્દીના મોત થયા છે. જો કે શહેર-ગ્રામ્ય સતાવાળાઓએ જાહેર કર્યું  છે કે, પાછલાં ૨૪ કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. કોરોના સિવાયના રોગના દર્દીઓના મૃત્યુ શા માટે નિપજી રહ્યા છે? તે પ્રશ્નનો જવાબ તંત્રો દ્વારા કયારેય જાહેર થયો નથી જામનગર જિલ્લાના કલાકાવડ તાલુકાના પીપર ગામની સીમમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ: ૪ ની ધરપકડ: આ તમામ શખ્સો મધ્યપ્રદેશ છે: ૪ પૈકી ૧ આરોપી સગીર છે. ગત્ ૨૧ ઓકટોબરે સામૂહિક દુષ્કર્મની ઘટના બનેલી. સગીરાનું તબીબી પરીક્ષણ જી.જી. હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે. જામનગર હાલારમાં શિયાળાનો હળવેકથી પ્રવેશ થયો છે: સોમવારે ૨૪ કલાક દરમ્યાન લગુતમ તાપમાન ૨૧.૫ થી ઘટી ૧૮ ડિગ્રી થતાં હાલારમાં ઠંડીના પગરવ અનુભવાઇ રહ્યા છે: નોંધનિય છે કે, રવિવાર-સોમવાર દરમ્યાન હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં મોસમની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે. જામનગર યાર્ડમાં ૬૬૭ ખેડૂતો મંગળવારે વિવિધ જણસીઓ (અડદ, ઘઉં, એરંડા, કપાસ, જીરૂં) લઇ આવી ...

સંક્ષિપ્ત સમાચાર

ભારત-ચીન વચ્ચે સરહદ-વેપાર મામલે એક તરફ તણાવ છે બીજી બાજુ આપણે ચીનને ૩૫૦૦૦ ટન સિંગટેલ મોકલાવ્યું. જેના કારણે ગુજરાતમાં ડબ્બાનો ભાવ રૂપિયા ૨૫૦૦ ને પાર, રૂપિયા ૩૫૦ નો ભાવવધારો ઝીંકાયો! મગફળીનું ઓછું ઉત્પાદન છતાં જંગી નિકાસ: ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં ૧૦ ટકાનો, સિંગતેલના ભાવમાં ૩૦ ટકાનો વધારો: સરકાર જો દરમિયાનગિરી નહીં કરે તો ગુજરાતીઓએ રૂપિયા ૩૦૦૦ નો સિંગતેલનો ડબ્બો ખરીદવો પડશે: સ્ટોક નિયંત્રણની માંગ અમદાવાદ-કેવડિયા વચ્ચે જે સી-પ્લેન ને દોડાવવામાં આવશે તે પ્લેન ૧૯૭૧ માં કેનેડાની કપંનીએ બનાવેલું ગેલના આગમનથી પંજાબની ટીમે ગેમ બદલી: પ્રથમ ૭ માંથી માત્ર ૧ મેચ જિત્યા પછી, પંજાબે સતત પાંચ વિજય પ્રાપ્ત કર્યો: આઇપીએલના પોઇન્ટ ટેબલમાં ટોપ-ફોરમાં ઇંગ્લેન્ડમાં ૨૨૦૦ તબીબોએ ત્યાંના પીએમને પત્ર લખ્યો: હજારો પરિવાર બેકાર, ૪૦ લાખ ગરીબ બાળકોને મફતમાં ભોજન આપો બિહાર પેટાચૂંટણી:પ્રથમ તબક્કામાં ૭૧ બેઠકો પર મતદાન ૨૮ ઓકટોબરે:પીએમ મોદી બાજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ માટે આ પ્રથમ ચૂંટણી (વિધાનસભા) અમદાવાદના વેજલપુરમાં ગરબારમી રાત્રે ૩ વાગ્યે ઘરે પરત ફરેલી પરણિતા પર શંકા કરી પતિએ એસિડ છાંટયંુ: પત્નીની ...

આત્મા પ્રોજેકટની કામગીરી

     ભારત સરકાર પુસ્કૃત, ગુજરાત સરકાર સંચાલિત એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના હેઠળ દર વર્ષે જામનગર, દ્વારકામાં નોંધાયેલાં ધઘિ ગ્રુપ (ખેડૂતોના જૂથ)ને બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ગ્રુપને રૂપિયા ૨૦૦૦૦ ની મર્યાદામાં ખેતી ઉપયોગી સંધિનો આપવાની જોગવાઇ છે.      આ પ્રકારના ધઘિ ગ્રુપ આ સ્પર્ધામાં ભાગ-લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ તારીખ ૧૫ નવેમ્બર સુધીમાં, આત્મા પ્રોજેકટ સ્ટાફ પાસેથી અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવા. અરજી મોકલવાનું સરનામું: પ્રોજેકટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્દ્ર, વુલન મિલ સામે, જામનગર.

દ્વારકા:સ્વછ ભારત મિશન

     સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાંઓને ખૂલ્લામાં શૌચક્રિયામાંથી મુકત બનાવવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત દ્વારકા જિલ્લાના નંદાણામાં જમનભાઇ નકુમ નામના સ્થાનિકે સરકારની મદદથી શૌચાલય બનાવ્યું છે. સરપંચ તથા સ્વચ્છતાઆગ્રહીના સહયોગથી આ કામ શકય બન્યું હવે, આ પ્રકારના પરિવારોના મહિલાઓ, અન્ય સભ્યોએ શૌચક્રિયા માટે બહાર જવું પડતું નથી. ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના સંકલનથી આ કામગીરી કરવામાં આવે છે.

યોગ બોર્ડ દ્વારા સન્માન

     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગરના કોચ પ્રિતિબેન શુકલ, યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલબેન ભુવા દ્વારા કોરોના કાળની કામગીરી બદલ મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, કમિશનર સતિષ પટેલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું.      આ ઉપરાંત લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ ૧૧૦૦ લોકોને બંને ટાઇમનું ભોજન પહોંચાડવાની કામગીરી બદલ પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, બ્રહ્મસમાજ અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાના ૩૯ કેસ મંજૂર

     રાજ્ય સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજનામાં ચાલુ વર્ષમાં જામનગર જિલ્લામાં કુલ ૩૯ કેસ મંજૂર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર માસમાં ૩૮૦ બાળકોને રૂપિયા ૧૨ લાખની સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષમાં કુલ રૂપિયા ૭૭.૪૦ લાખની સહાય બાળકોના બેંકખાતામાં જમા કરવામાં આવી છે. ચિલ્ડ્રન હોમના બાળકોને પણ પુન:સ્થાપન માટે સહાય આપવામાં આવે છે.      એપ્રુવલ કમિટીની આ બેઠકમાં જિલ્લા બાળ સમાજ સુરક્ષા અધિકારી સમીર પોરેચા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં મગફળીમાં ખેડૂતોએ સરકારનો ટેકો ન લીધો

     જામનગર સહિત રાજ્યભરમાં ગઇકાલે ૨૬ ઓકટોબરથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો. પરંતુ ખૂલ્લાં બજારમાં ખેડૂતોને મગફળીના ઉંચા ભાવો મળતાં હોય, સોમવારે ટેકાની ખરીદીના પ્રથમ દિવસે જામનગરના એક પણ ખેડૂતે "સરકાર"ને મગફળી આપી નથી. સતાવાળાઓએ નિયમ મુજબ, ૪૫ ખેડૂતોને મગફળી વેંચવા આમંત્રણ આપતાં એસએમએસ કરેલાં.      તેની સામે રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી સોમવારની સવારે ૫ વાગ્યા સુધીમાં યાર્ડ ખાતે ૫૨૫ વાહનોમાં ૩૫૦૦૦ ગુણી મગફળી હરાજીમાં વેચાવા આવેલી. ખેડૂતોને રુપિયા ૮૫૦થી માંડીને રુપિયા ૧૪૩૬ સુધીના ઐતિહાસિક ભાવો મળ્યા છે.