રાજ્ય સરકારની સહાયથી જામનગરમાં કોર્પોરેશન દ્વારા પ્રાચીન ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે કોર્પોરેશને ગઇકાલે મંગળવારે ભૂમિયા કોઠાની દિવાલને અડીને આવેલી ૪ દુકાનોનું ડીમોલીશન કર્યું છે.
આ ૪ દુકાનો વર્ષોથી ગેરકાયદે આ સ્થળે હતી! દુકાનોના દસ્તાવેજો જ ન હતાં! અન્ય કેટલીક દુકાનો પણ હારબંધ આવેલી છે. કોર્પોરેશને આ હૈયાત દુકાનોના માલિકો-સંચાલકોને દસ્તાવેજો રજૂ કરવા સમય મર્યાદા આપી છે.
અત્રે નોંધનિય છે કે, ભૂતકાળમાં ભૂજિયા કોઠા નજીક ઘણાં બાંધકામો વિવાદસ્પદ રીતે બન્યા છે આગામી દિવસોમાં ત્યાં નવાજૂની થશે?!


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો