મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. મંગળવારે શહેરમાં ૧૧ તથા જિલ્લામાં ૧૦ નવા કેસ નોંધાયા:૨૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં ૬ દર્દીના મોત થયા છે. જો કે શહેર-ગ્રામ્ય સતાવાળાઓએ જાહેર કર્યું  છે કે, પાછલાં ૨૪ કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. કોરોના સિવાયના રોગના દર્દીઓના મૃત્યુ શા માટે નિપજી રહ્યા છે? તે પ્રશ્નનો જવાબ તંત્રો દ્વારા કયારેય જાહેર થયો નથી
  • જામનગર જિલ્લાના કલાકાવડ તાલુકાના પીપર ગામની સીમમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ: ૪ ની ધરપકડ: આ તમામ શખ્સો મધ્યપ્રદેશ છે: ૪ પૈકી ૧ આરોપી સગીર છે. ગત્ ૨૧ ઓકટોબરે સામૂહિક દુષ્કર્મની ઘટના બનેલી. સગીરાનું તબીબી પરીક્ષણ જી.જી. હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે.
  • જામનગર હાલારમાં શિયાળાનો હળવેકથી પ્રવેશ થયો છે: સોમવારે ૨૪ કલાક દરમ્યાન લગુતમ તાપમાન ૨૧.૫ થી ઘટી ૧૮ ડિગ્રી થતાં હાલારમાં ઠંડીના પગરવ અનુભવાઇ રહ્યા છે: નોંધનિય છે કે, રવિવાર-સોમવાર દરમ્યાન હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં મોસમની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે.
  • જામનગર યાર્ડમાં ૬૬૭ ખેડૂતો મંગળવારે વિવિધ જણસીઓ (અડદ, ઘઉં, એરંડા, કપાસ, જીરૂં) લઇ આવી પહોંચ્યા હતાં: ૨૪ કલાકમાં કુલ ૨૭૮૨૨ મણ ચીજોની આવક થઈ છે. ઘઉં ૬૫૬૮ મણ, અડદ ૬૦૦૬ મણ, ચણા ૨૨૧૬ મણ, એરંડા ૪૪૨૮ મણ, કપાસ ૩૩૮૭ મણ, લસણ ૧૭૨૮ મણ, જીરૂ ૨૫૭૪ મણની આવક થઇ છે. આ ઉપરાંત મગ, મેથી, રાયડો, તુવેર, ચોળી, ધાણાની પણ આવક થઇ છે.
  • બે દિવસ પહેલાં કરજણ (વડોદરા) ખાતે ચૂંટણી પ્રચાર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકાયેલું: સ્થાનિક પોલીસે રશ્મિન પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. તે શિનોરનો કોંગ્રેસી કાર્યકર હોવાનું કહેવાય છે. નાયબ મુખ્યમંત્રીએ ચૂંટણીપ્રચારમાં એમ જણાવેલું કે, કરજણના ભાજપાના ઉમેદવાર કોંગ્રેસમાં હતાં ત્યારે તેમના કામો થતાં ન હતાં, આ ધારાસભ્ય ભાજપામાં આવ્યાં બાદ તેમના કામો થવા માંડયા છે. નીતિન પટેલનું આ નિવેદન 'સૌ નો સાથ, સૌનો વિકાસ" સૂત્રની મશકરી કરે છે.
  • ગુજરાતી ફિલ્મોના શહેનશાહ નરેશ  કનોડિયાનું મંગળવારે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓએ સંઘર્ષભરી જિંદગી પછી અદભૂત સફળતા મેળવી હતી. બે દિવસ પહેલાં તેઓના મોટાંભાઇ સંગીકાર મહેશ કનોડિયાનું નિધન થયેલું. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...