મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 6, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઢોરને ડબ્બે પુરવાની કામગીરી યથાવત્

     કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ ધ્વારા  જાહેરનામાનો ભંગ કરી માર્ગો પર ઘાસ વેંચનારા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા ધ્વારા ઘણા લાંબા સમયથી ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઢોર માલિકો પોતાના માલિકીના ઢોર જાહેર માર્ગ પર ના છોડે તે માટે  સોલીડ વેસ્ટ વિભાગ ધ્વારા ૪ ટીમ બનાવી ૩ શીફટમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૭૪પ ઢોરને અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ખાતેની પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે અને કુલ ૧પ૩૮ ઢોરને ડબ્બે પુરવામાં આવ્યા છે. ૩ ઢોર માલિકો પર એફ.આઈ.આર. દાખલ કરાઈ છે. આગામી સમયમાં પણ આ કામગીરી  યથાવત રાખવામાં આવશે.  

શહેરમાં પાઈપલાઈનનાં કામો ગતિમાં

     જામનગર મહાનગરપાલિકા ની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેર માં ( SJMMSVY)  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વોર્ડ ન.૧૫ માં રાજપૂત કન્યા છાત્રાલય રોડ પર ૫૦૦ MM ડાયા ની પાઈપ લાઈન નું કામ હાલ પ્રગતી હેઠળ છે.તેમજ સેટેલાઈટ પાર્ક ,ખોડીયાર પાર્ક ,નીલકંઠ પાર્ક ,સહજાનંદ સોસાયટી  તથા ન્યુ. નવાનગર સોસાયટી માં પણ ભૂગર્ભ ગટર નું કામ પ્રગતી હેઠળ છે. તેમજ વોર્ડ ન.-૧૬ માં પુષ્કરધામ સોસાયટી થી મંગલધામ સોસાયટી સુધી મેઈન લાઈન નું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ ૧૫ માં નાણા પંચ હેઠળ વોર્ડ ન. -૧૬ માં ગોકુલ દર્શન સોસાયટી  થી ખોજા નાકા પમ્પીંગ સ્ટેશન સુધી મેઈન લાઈન નું કામ પ્રગતી હેઠળ છે. તેમજ વોર્ડ.ન. -૧૨ માં અમન ચમન સોસાયટી ,ન્યુ.બુરહાની સોસાયટી તથા મોરકંડા રોડ પર કામ ચાલુ છે. અને વોર્ડ ન. ૧૧ માં ખોડીયાર સોસાયટી અને મહાપ્રભુજી બેઠક રોડ પર ભૂગર્ભ ગટર નું કામ ચાલુ છે.અને વોર્ડ ન. -૭ માં મહાલક્ષ્મી બંગલો વિસ્તાર માં ભૂગર્ભ ગટર નું કામ ચાલુ છે.  

PMJY યોજનાની લોન આશીર્વાદ સમાન

     જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવાસેતુ કેમ્પ યોજાયો હતો , આ સેવા સેતુ કેમ્પમાં   જામ્યુકો અને  મામલતદાર કચેરીની  વિવિધ સેવાઓ એક જ સ્થળે થી શહેરીજનોને મળી રહે તેવા આશય સાથે આ સેવા સેતુ કેમ યોજાયો હતો,  આ કેમ્પ દરમિયાન    કમિશનર  વિજયકુમાર ખરાડીના આદેશ અનુસાર,  નાયબ કમિશનર  ભાવેશ  જાનીના મોનીટરીંગ  અંતર્ગત  તથા કંટ્રોલિંગ ઓફિસર  યૂસીડી શાખા  જીજ્ઞેશ નિર્મળ ,  પ્રોજેક્ટ ઓફિસર અશોક  જોશીના માર્ગદર્શન મુજબ જામ્યુકો જામનગર મહાનગરપાલિકા ના UCD વિભાગ દ્વારા ચાલતી વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ હોય ,જેમાં શાકભાજીનું વેચાણ કરતા નિરાધાર દંપત્તિને રૂપિયા 50,000ની PMJYલોન નો ચેક બેંક અધિકારીઓ તથા યુ.સી.ડી.ના પ્રોજેક્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો્.       મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ચમનભાઈ ભવાનભાઈ મકવાણા એ અગાઉ ₹10,000 અને ત્યારબાદ ₹20,000 ની લોન નું સમયસર ચુકવણું કર્યા બાદ તેઓની સરકાર  દ્વારા રૂપિયા 50000ની લોન મંજૂર કરવામાં આવેલ હોય તેમને સેવા સેતુ કેમ્પ દ...

મિલકત વેરાશાખા દ્વારા કામગીરી

     જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરાશાખા ઘ્વારા તા.૫/૯/૨૦૨૨ના દિવસે વિવિધ કરવામાં આવી હતી. વોર્ડ નં.૨ માં કુલ-૨૭ બાકીદારો કે જેઓની કુલ રૂ.૧૦,૦૦,૦૨૨/- બાકી રકમ રોકાય છે તેઓની રૂબરૂ અનુસૂચિની બજવણી કરવામાં આવી હતી. વોર્ડ નં.૧૪ માં કુલ-૭ બાકીદારો કે જેઓની કુલ રૂ.૨,૬૯,૭૯૮/- બાકી રોકાય છે તેઓની રૂબરૂ વોરંટની બજવણી કરવામાં આવી હતી.  

ગોપાલક માલધારી સેના દ્વારા આવેદનપત્ર

     ભોઇરાજ મિત્ર મંડળ અને નદીપા સાર્વજનિક મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ દાદા ના સ્થાપિત  5  મા દિવસે અન્નકૂટ દર્શન અને મહા આરતી યોજવામાં આવી હતી એ પ્રસંગે જામનગર હનુમાન મંદિરના પ્રમુખ અને વેપારી અગ્રણી હરિદાસ જીવણદાસ લાલ ચેડીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ હરિદાસભાઈ લાલ તેમજ વોર્ડ નંબર 10 ના નગરસેવક મુકેશભાઈ માતંગ અને નગરસેવિકા ક્રિષ્નાબેન સોઢા તમામ મહાનુભાવો દ્વારા ગણપતિ દાદાની આરતી ઉતારી અન્નકૂટ દર્શન કર્યા હતા.સમગ્ર આરતી દરમિયાન ભોઈરાજ મિત્ર મંડળના તમામ સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.  

કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા કામગીરી

મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાજેતરમાં ૨૯/૮ થી ૦૩/૦૯ દરમિયાન, શહેરમાં ખાણીપીણીનાં વિવિધ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું. ૨૯ જેટલાં હોટેલ અને રેસ્ટોરન્ટ વગેરે તથા બરફની ચાર ફેક્ટરી ઉપરાંત ડેરી તથા ફરસાણની દુકાનોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. સમયાતંરે આવું ચેકીંગ ચાલુ જ રહે છે. જો કે કેટલી હોટેલમાં નમુન ફેઇલ થયા તેમજ કઇ કઇ હોટલમાં ફુડ લાઇસન્સ નથી તેવી કોઇ પણ વિગત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જાહેર કરી નથી.  

અગ્નિવીરોને તાલીમ આપવા માટે કેમ્પ

     જામનગરમાં શિક્ષક દિન નિમિત્તે તથા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જન્મ દિવસ નિમિત્તે તેઓનાં પત્ની રિવાબા જાડેજા સંચાલિત માતૃશક્તિ ટ્રસ્ટ દ્વારા અગ્નિપથ યોજનાનાં અગ્નિવીરોને યોગ્ય તાલીમ મળી રહે, એક્સ આર્મીમેનનુ માર્ગદર્શન મળી રહે તે માટે જામનગર આસપાસના છ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે સોમવારે રિવાબા જાડેજા દ્વારા વિગતો આપવામાં આવી હતી.      આ તાલીમકેન્દ્રો બાળા, ફલ્લા, મોટા વાગુદળ, નારણપર, લાખાબાવળ અને મોટી ખાવડી ખાતે શરૂ કરવામાં આવ્યા છે.  

ગોપાલક માલધારી સેના દ્વારા આવેદનપત્ર

     જામનગરમાં ગોપાલક માલધારી સેના દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, પશુઓ પકડવાની કામગીરી દરમિયાન કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા માલધારીઓ પર બળજબરી કરવામાં આવે છે. પાસા હેઠળ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. આ ઉપરાંત રબારી સહિતનાં વિવિધ સમાજોને છેલ્લાં પાંચ વર્ષથી ST નાં પ્રમાણપત્રો આપવાનું બંધ કરવામાં આવ્યું છે તે કામગીરી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ તકે આગેવાનો લખન રાણંગા અને જનક ગઢવી વગેરે હાજર રહ્યા હતાં.  

આશાવર્કર બહેનો દ્વારા આંદોલન-આવેદનપત્ર

     જામનગર સહિત રાજ્યભરમાં સોમવારે આશાવર્કર બહેનો દ્વારા આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. જામનગરમાં પણ વિશાળ રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેતન વધારવાની માંગણી, કાયમી કરવાની માંગણી તથા કોરોનાકાળ દરમિયાન કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવેલાં આ બહેનોને હજુ સુધી મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી -- વગેરે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.      આવદેનપત્રમાં જણાવાયું છે કે, પૂર્વ આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે રૂપિયા બે બજારનો વધારો કરી રૂપિયા પ૦૦૦ આપવામાં આવશે. પરંતુ હાલ મોંઘવારીએ માજામુકી છે. રાધણગેસના ભાવ, તેલના ભાવ તેમજ જીવન જરૂયિાતની વસ્તુઓના ભાવ આસમાને છે ત્યારે આ બે હજાર જેવો મામુલી વધારો કરીને મજાક કરી હોય તેવું આશા વર્કર બહેનોને લાગી રહ્યું છે. આવેદનમાં જણાવાયુ છે કે દ્રહ્યષ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર)એ કોરોના કાળમાં ૧૦ લાખ આશા વર્કર બહેનોને ડીરેકટર-જનરલ ગ્લોબલ હેલ્થ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. આવેદનપત્રમાં જણાવેલ માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી અનિશ્વત મુદત સુધી હડતાળ જાહેર કરી છે.