મુખ્ય સામગ્રી પર જાઓ

PMJY યોજનાની લોન આશીર્વાદ સમાન

    જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવાસેતુ કેમ્પ યોજાયો હતો , આ સેવા સેતુ કેમ્પમાં   જામ્યુકો અને  મામલતદાર કચેરીની  વિવિધ સેવાઓ એક જ સ્થળે થી શહેરીજનોને મળી રહે તેવા આશય સાથે આ સેવા સેતુ કેમ યોજાયો હતો,  આ કેમ્પ દરમિયાન    કમિશનર  વિજયકુમાર ખરાડીના આદેશ અનુસાર,  નાયબ કમિશનર  ભાવેશ  જાનીના મોનીટરીંગ  અંતર્ગત  તથા કંટ્રોલિંગ ઓફિસર  યૂસીડી શાખા  જીજ્ઞેશ નિર્મળ ,  પ્રોજેક્ટ ઓફિસર અશોક  જોશીના માર્ગદર્શન મુજબ જામ્યુકો જામનગર મહાનગરપાલિકા ના UCD વિભાગ દ્વારા ચાલતી વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ હોય ,જેમાં શાકભાજીનું વેચાણ કરતા નિરાધાર દંપત્તિને રૂપિયા 50,000ની PMJYલોન નો ચેક બેંક અધિકારીઓ તથા યુ.સી.ડી.ના પ્રોજેક્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો્.
     મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ચમનભાઈ ભવાનભાઈ મકવાણા એ અગાઉ ₹10,000 અને ત્યારબાદ ₹20,000 ની લોન નું સમયસર ચુકવણું કર્યા બાદ તેઓની સરકાર  દ્વારા રૂપિયા 50000ની લોન મંજૂર કરવામાં આવેલ હોય તેમને સેવા સેતુ કેમ્પ દરમિયાન ચેક વિતરણ કરવામાં આવ્યો હતો , PMJY લોન મેળવનાર ચમનભાઈ મકવાણા જણાવે છે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે લોકડાઉનના સમયમાં અમો મજૂરી કામ કરી છીએ,  શાકભાજીનું વેચાણ કરી મારા પરિવારનું ગુજરાન ચાલે છે, પરિવારમાં માત્ર હું અને મારી પત્ની અમે બંને જ છીએ અમારે કોઈ સંતાન નથી નિરાધાર જીવન જીવીએ છીએ પ્રધાનમંત્રી શહેરી ફેરિયાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી લોન મારા માટે આશીર્વાદ સમાન બની છે શરૂઆતના સમયમાં નાની લોન લીધી ત્યાર પછી ધીમે ધીમે તેના ઇન્સ્ટોલમેન્ટ ચૂકવ્યા અને આજે શાકભાજીની હું ફેરી કરું છું જે વ્યવસાયને આગળ વધારવા માટે સરકારશ્રી દ્વારા મને રૂપિયા 50,000 ની લોન મળી છે આથી હું અને મારા પત્ની અમો બંને શાકભાજી નું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ આ લોન સરકાર  દ્વારા પ્રાપ્ત થઈ છે ,   જેના થકી હું મારો શાકભાજી નો વ્યાપાર વધુ પડતો વિકસાવીશ અને લોનના ઇન્સ્ટોલમેન્ટ  નું પણ સમયસર ચુકવણું કરીશ.
    આ તકે  જામ્યુકોના યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર  અશોક જોશી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેડી બંદર શાખાના મેનેજર  S.H. તિવારી, જામનગર લીડ બેંકના મેનેજર  દીક્ષિતભાઈ , યુસીડી વિભાગના PMJY ના મેનેજર વિપુલભાઈ વ્યાસ અને પૂનમ ભગત  ઉપસ્થિત રહ્યા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...