ભોઇરાજ મિત્ર મંડળ અને નદીપા સાર્વજનિક મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ દાદા ના સ્થાપિત 5 મા દિવસે અન્નકૂટ દર્શન અને મહા આરતી યોજવામાં આવી હતી એ પ્રસંગે જામનગર હનુમાન મંદિરના પ્રમુખ અને વેપારી અગ્રણી હરિદાસ જીવણદાસ લાલ ચેડીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ હરિદાસભાઈ લાલ તેમજ વોર્ડ નંબર 10 ના નગરસેવક મુકેશભાઈ માતંગ અને નગરસેવિકા ક્રિષ્નાબેન સોઢા તમામ મહાનુભાવો દ્વારા ગણપતિ દાદાની આરતી ઉતારી અન્નકૂટ દર્શન કર્યા હતા.સમગ્ર આરતી દરમિયાન ભોઈરાજ મિત્ર મંડળના તમામ સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો