કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ ધ્વારા જાહેરનામાનો ભંગ કરી માર્ગો પર ઘાસ વેંચનારા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા ધ્વારા ઘણા લાંબા સમયથી ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઢોર માલિકો પોતાના માલિકીના ઢોર જાહેર માર્ગ પર ના છોડે તે માટે સોલીડ વેસ્ટ વિભાગ ધ્વારા ૪ ટીમ બનાવી ૩ શીફટમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૭૪પ ઢોરને અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ખાતેની પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે અને કુલ ૧પ૩૮ ઢોરને ડબ્બે પુરવામાં આવ્યા છે. ૩ ઢોર માલિકો પર એફ.આઈ.આર. દાખલ કરાઈ છે. આગામી સમયમાં પણ આ કામગીરી યથાવત રાખવામાં આવશે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો