મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 13, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકીંગ

     જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના ગોકુલનગર, ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં કુલ ૨૦ દુકાનો (મિઠાઇ તથા ફરસાણ)માં ચેકીંગ કરી નમૂનાઓ લીધાં છે. નમૂનાઓ વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત કેટલીક દુકાનોમાં ફરસાણ માટેના તેલની ટીપીસી ચકાસણી પણ કરવામાં આવી છે જે પૈકી ૧૬ કિલો તેલ નબળું જણાતાં આ તેલનો નાશ કરવામાં આવ્યો છે.      ગોકુલનગર, ઉદ્યોગનગર, હરિયા સ્કૂલ, સત્યમ રોડ, સહિતના વિસ્તારોમાં દેવરાજ નમકીન, હરિઓમ નમકીન, શકિત ગૃહ ઉદ્યોગ, શ્રી જી ડેરી ફાર્મ, ન્યૂ ખોડિયાર ફરસાણ, ખેતેશ્વર સ્વીટ, અક્ષર સ્વીટ, ગોરસ ડેરી, પટેલ સ્વીટ તથા શિવાલય ડેરીમાં ચેકીંગ કરવામાં આવેલું.

રામેશ્વરનગરમાં રંગોળી સ્પર્ધા

     જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટરો કિશન માડમ, ચેતનાબેન પુરોહિત, શહેર ભાજપા મહિલા મોરચના મંત્રી ભાવનાબેન ધોળકીયા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, વગેરે દ્વારા સતત ત્રીજા વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. આ રંગોળી સ્પર્ધામાં ૫૫ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને પ્રોત્હાક ઇનામો આપવામાં આવ્યા હતાં.      જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, યુવા રાજપૂત સમાજના પ્રમુખ જગદીશસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મેયર અમીબેન પરીખ, મોનિકાબેન વ્યાસ, અલ્કાબા જાડેજા, ક્રિષ્નાબેન સોઢા વગેરે દ્વારા આ સ્પર્ધાની મુલાકાત લેવામા આવેલી.

સ્ટેન્ડીંગ કમિટીના નિર્ણયો

     જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વોટર વર્કસ, ભૂગર્ભ ગટર, પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સિવિલ, લાઇટ, ફાયર, કોમ્પ્યુટર શાખાના કુલ રૂપિયા ૮૮ કરોડના કામોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦/૨૧ માટે આંતર માળખાકીય વિકાસના રૂપિયા ૭૦૨૨ કરોડના કામોનો પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.      નવાગામ ઘેડ ઇએસઆઇ ખાતે વિવિધ પંપના તથા પેનલના કામ માટે રૂપિયા ૧૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૨,૩, ૪ માં સિવિલના કામો માટે રૂપિયા ૩ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.      આ ઉપરાંત નવા કોર્ટ બિલ્ડીંગ સામેના સર્કલમાં રાજપૂત સમાજ નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા તથા આ સર્કલના નામકરણ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજપૂત યુવા સંગઠનનો કાર્યક્રમ

       જામનગરના રાજપૂત યુવા સંગઠન તથા રાજપૂત સમાજ દ્વારા ૪ વર્ષથી કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરવામાં આવતી હતી કે, શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવે. તાજેતરમાં મહાનગરપાલિકાએ આ માંગણીનો સ્વિકાર કર્યો છે.      રાજપૂત સમાજ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવશે, આ સર્કલનું નામકરણ પણ કરવામાં આવશે.      આ અનુસંધાને રાજપૂત યુવા સંગઠનના રૂષિરાજસિંહ જાડેજા સહિતના યુવા અગ્રણીઓએ ૧૨ મી નવેમ્બરે રાજપૂત સમાજ ખાતે એકમેકના મોઢાં મીઠા કરાવ્યા તથા ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી.

દિવાળી પર્વ નિમિતે રીધી શેઠએ ફક્ત બે કલર થી કલાત્મક રંગોળી બનાવી