મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 15, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

૧૨ મહિનામાં ૧૩ વખત રિચાર્જ સરાસર-ઉઘાડી લૂંટ

     દેશનાં કરોડો મોબાઇલધારકો જાણે છે કે, ટેલિકોમ કંપનીઓ પ્રિ-પેઈડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને રીતસર છેતરે છે. છતાં કોઈ બોલતું નથી. સૌ ચૂપ.      સરકારની કેન્દ્રીય નિયંત્રક સંસ્થા ટ્રાય (ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા) માત્ર નિવેદન, જાહેરાત કરે છે, સૂચના આપી બેસી જાય છે. કસૂરવાર કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની તત્પરતા દાખવતી નથી. દાંત અને નખ વિનાની સંસ્થા ટ્રાય બડી બડી વાતો કરવામાં મશગૂલ અને માહેર છે.      મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને ૩૦/૩૧ દિવસનાં રિચાર્જને બદલે માત્ર ૨૮ દિવસનાં રિચાર્જ આપે. અને, ૨૮ દિવસ પૂર્ણ થવામાં ૨/૩ દિવસ બાકી હોય ત્યારથી ગ્રાહકનું માથું પકવવાનુ શરૂ કરી દે છે. ચોરી પર માનસિક ત્રાસની સીનાજોરી.      ૨૭ મી જાન્યુઆરીએ ટ્રાયએ એવું જાહેર કરેલું કે, હવેથી તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને ૩૦ દિવસનાં પ્લાન ઓફર કરવાનાં રહેશે. કેમ કે, ગ્રાહકોને ૧૨ મહિનામાં ૧૩ વખત રિચાર્જ કરાવવાની ફરજ પડે છે.      આ રીતે કંપનીઓએ અબજો રૂપિયા એકત્ર કરી લીધાં, ટ્રાય દ્વારા કંપનીઓને કોઈ જ પેનલ્ટી નહીં. ગ્રાહકોને કોઈ રિફં...

વિવિધ ગામોમાં સ્લેબ ડ્રેઈન તેમજ સ્ટેટ હાઇવેથી જોડતા રસ્તાઓનું ખાતમૂહર્ત

     કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી, મિયાત્રા અને નાના થાવરિયા ગામોને જોડતા રસ્તા પર ૭ મીટરનો સ્લેબ   ડ્રેઈન અને માઈનોર બ્રીજનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૮૬ લાખના ખર્ચે સ્લેબ ડ્રેઈન અને ૪ ગાળાના માઇનોર બ્રિજનું વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૃષિમંત્રીના હસ્તે  યાત્રાધામ સપડા ગણપતિ મંદિર ખાતે સ્ટેટ હાઇવેને જોડતા રસ્તા અને મંદિર સુધીના પાકા રસ્તાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. સપડા ગામના આ ૧.૮ કિમી રસ્તાના રૂ. ૧ કરોડથી પણ વધુના ખર્ચે માટી કામ, નાળા પુલિયા સમારકામ અને ડામરકામ હાથ ધરવામાં આવશે.      આ વિવિધ ખાતમુહર્ત પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ  ભરતભાઈ બોરસદિયા,  કાર્યપાલક ઇજનેર કે.બી. છૈયા, મિયાત્રા  સરપંચ  ભરતસિંહ કંચવા, ઉપ સરપંચ  દેવર્ષિભાઈ, માજી સરપંચ  લખુભા, સપડા  સરપંચ નિલેશસિંહ,  ઉપ સરપંચ  અનિરુદ્ધસિંહ, માજી સરપંચ  મનુભા જાડેજા, ચેલા  સરપંચ  રાજભા ભટ્ટી તથા  આગ...

જામનગરનાં એક યુવકનું ખીરી ગામમાં વીજશોકથી મૃત્યુ

     જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખીરી ગામે એક કાર્યક્રમમાં ડેકોરેશન દરમિયાન જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતા યુવકને વીજ શોક લાગતા તેનું મુત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ મૃતક ના પરિવાર, સગા સંબંધી મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતાં. મૃતક યુવાનનું નામ સલીમશા મહમદશા શામમદાર (ઉ.વ.૩૩) હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.  

સરકારી ઇમારતોને રોશનીનો શણગાર

     જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીનાં ભાગરૂપે સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાએ મહાનગરપાલિકા, સેવા સદન (કલેકટર કચેરી) જીલ્લા પંચાયત, પીજીવીસીએલ કચેરી, હોમગાર્ડઝ કચેરી સહિતની સરકારી ઈમારતોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.  

ગુલાબનગરમાંથી ભાગેડુ શખ્સ ઝડપાયો

       જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડે શહેરનાં ગુલાબનગર વિસ્તારમાંથી એક ભાગેડુ શખ્સને શોધી કાઢ્યો છે. ઇન્ચાર્જ પીઆઇ કે કે ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ સ્ક્વોડના પીએસઆઇ ગરચરની ટીમે શોધી કાઢેલાં આ શખ્સનું નામ રાજુ રામ કોડિયાતર છે અને આ શખ્સ જામનગરનાં ધરારનગર વિસ્તારમાં ખોળ મીલ નજીક રહે છે. આ શખ્સ ૬ વર્ષ પહેલાંનાં અપહરણ-દુષ્કર્મ કેસમાં પાકા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં સજા કાપી રહ્યો હતો અને તે દરમિયાન પેરોલ જમ્પ કરી નાસી છૂટયો હતો. જે અંતે જામનગરમાંથી જ ઝડપાઈ ગયો છે.

વિવિધ ગામોને સ્ટેટ હાઇવેથી જોડતા રસ્તાઓનું લોકાર્પણ

     કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બજરંગપૂર, વિજયપુર, ભરતપુરથી ઊંડ ડેમ સુધીના નિર્માણાધિન રોડનું ખાતમુહર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સ્ટેટ હાઇવેથી બજરંગપૂર ૨ કિમી, બજરંગપુરથી વિજયપુર સુધી ૧.૩૦ કિમી અને ભરતપુરથી ઊંડ ડેમ એપ્રોચ રોડ ૧.૫૦ કિમી સુધીના કુલ રૂ. ૨ કરોડ ૮૦ લાખના ખર્ચે પાકા રસ્તા, વાઇડનિંગ અને રિસરફેસના વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યા છે.      આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા, કારોબારી સમિતી અધ્યક્ષ  ભરતભાઈ બોરસદિયા,  જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત સદસ્ય  કાંતિલાલ દુધાગરા તથા જિલ્લા તથા તાલુકા ભાજપાનાં હોદેદારો વગેરે હાજર રહ્યા હતા.  

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ

     જામનગર ભાજપા દ્વારા ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજવામાં આવી હતી.      આ રેલીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા તથા પક્ષનાં અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તપાળની પાળે વિભાજન સમયની તસ્વીરોનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું.  

સિંધી સમાજ દ્વારા 'તિરંગા' બાઇક રેલી

     "હર ઘર તિરંગા' ઘર ઘરતિરંગા'' ની જાહેર અપીલના પગલે સિંધી સમાજ દ્વારા  તા. ૧૪/૦૮/૨૦૨૨ ના રવિવારે બપોરે  ૪ : ૦૦ વાગ્યે શ્રી ઝુલેલાલ મંદિર, સાધના કોલોનીથી નાનકપુરી, પવનચક્કી, પોલીસચોકી, ખંભાલીયાગેટ, હવાઈ ચોક, સેતાવાડ, બર્ધનચોક, દરબારગઢ, ચાંદીબજાર, રણજીતરોડ જેવા જાહેર માર્ગેથી પસાર થઇ તીનબતી શ્રી ઝુલેલાલ મંદિરે પુર્ણ થાય તે રીતેની 'બાઈક રેલી' નુ આયોજન કરવામા આવ્યું હતું. આ બાઈક રેલીનો પ્રારંભ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરાવ્યો હતો.  

જામનગર હોમગાર્ડઝ દ્વારા તિરંગા યાત્રા

       જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા જિલ્લા કચેરીએથી તિરંગા યાત્રાનું  આયોજન કરવામાં આવ્યું હતું.  આ યાત્રાની વિશેષતા તિરંગાની થીમ ઉપર હતી. હોમગાર્ડઝના ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કર્યો હતો તેમ જ 400 જેટલા હોમગાર્ડના જવાનો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રાને પ્રસ્થાન કરાવવા સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા , એચ જે લાલ ટ્રસ્ટ નાં જીતુભાઈ લાલ,  હોમગાર્ડ કમાન્ડંટ સુરેશ ભીંડી તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા અને ગિરીશ સરવૈયા સહિત અગ્રણીઓએ આ યાત્રાને હોમગાર્ડ કચેરીથી પ્રસ્થાન કરાવી હતી બાદમાં આ રેલી ત્યાંથી સાત રસ્તા જોલી બંગલો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

ભૂદેવ સેવા સમાજ દ્વારા તિરંગા બાઈક રેલી

     જામનગરમાં રવિવારે સાંજે ભૂદેવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 75 વર્ષ આઝાદી ઉત્સવ ની ઉજવણી રૂપે ત્રિરંગા યાત્રા  સાંજના  5:00 વાગ્યે જૂની આર. ટી. ઓ ઓફિસે થી શરૂઆત કરી ભીડભંજન મહાદેવ મંદિર, ટાઉન હોલ, બેડી ગેટ, દિપક ટોકીઝ, ચાંદી બજાર, હવાઈ ચોક થી બાલા હનુમાન મંદિર તળાવની પાળ એ પૂર્ણ કરવામાં આવી હતી.  

કાલાવડ તથા જામજોધપુર તાલુકામાં વરસાદ

       આજે સોમવારે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાનાં કાલાવડ તથા જામજોધપુર તાલુકામાં આ પ્રમાણે વરસાદ નોંધાયો છે. મોટા પાંચદેવડા સુધીનાં ગામો કાલાવડ તાલુકાના તથા તે પછીનાં જામજોધપુર તાલુકાના છે. પ્રથમ કોલમમાં રવિવારે સવારે છ વાગ્યા સુધીનો મોસમનો કુલ વરસાદ મિમી માં છે, બીજી કોલમમાં પાછલાં ૨૪ કલાકનો વરસાદ મિમી માં છે. લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા છાંટા નોંધાયા છે.

મોરબીની કયૂટોન સિરામિક કંપનીમાં આવકવેરા વિભાગના દરોડા

     મોરબીની કયૂટોન સિરામિક કંપનીમાં આવકવેરા વિભાગના દરોડા: રૂપિયા ૩૫૦ કરોડના બેનામી વ્યવહારો ધ્યાનમાં આવ્યા: અન્ડરબીલીંગનું મોટું પ્રમાણ: કંપની સાથે સંકળાયેલી રાજકોટ (પટેલ ગ્રેનાઇટ), અમદાવાદ, રાયપુર તથા મુંબઇ કંપનીઓમાં પણ દરોડા