મુખ્ય સામગ્રી પર જાઓ

૧૨ મહિનામાં ૧૩ વખત રિચાર્જ સરાસર-ઉઘાડી લૂંટ


    દેશનાં કરોડો મોબાઇલધારકો જાણે છે કે, ટેલિકોમ કંપનીઓ પ્રિ-પેઈડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને રીતસર છેતરે છે. છતાં કોઈ બોલતું નથી. સૌ ચૂપ.

    સરકારની કેન્દ્રીય નિયંત્રક સંસ્થા ટ્રાય (ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા) માત્ર નિવેદન, જાહેરાત કરે છે, સૂચના આપી બેસી જાય છે. કસૂરવાર કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની તત્પરતા દાખવતી નથી. દાંત અને નખ વિનાની સંસ્થા ટ્રાય બડી બડી વાતો કરવામાં મશગૂલ અને માહેર છે.

    મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને ૩૦/૩૧ દિવસનાં રિચાર્જને બદલે માત્ર ૨૮ દિવસનાં રિચાર્જ આપે. અને, ૨૮ દિવસ પૂર્ણ થવામાં ૨/૩ દિવસ બાકી હોય ત્યારથી ગ્રાહકનું માથું પકવવાનુ શરૂ કરી દે છે. ચોરી પર માનસિક ત્રાસની સીનાજોરી.

    ૨૭ મી જાન્યુઆરીએ ટ્રાયએ એવું જાહેર કરેલું કે, હવેથી તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને ૩૦ દિવસનાં પ્લાન ઓફર કરવાનાં રહેશે. કેમ કે, ગ્રાહકોને ૧૨ મહિનામાં ૧૩ વખત રિચાર્જ કરાવવાની ફરજ પડે છે.

    આ રીતે કંપનીઓએ અબજો રૂપિયા એકત્ર કરી લીધાં, ટ્રાય દ્વારા કંપનીઓને કોઈ જ પેનલ્ટી નહીં. ગ્રાહકોને કોઈ રિફંડ નહીં.

    ટ્રાયએ કહેલું: કંપનીઓએ છ માસમાં આ સૂચનાનો અમલ કરવાનો રહેશે. કંપનીઓ આ સૂચના ઘોળીને પી ગઈ છે. આ સૂચનાને સાડા છ મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે.

    ગ્રાહકમિત્રો ટ્રાયનાં ભરોસે બેસવાનો કોઈ મતલબ નથી. દેશભરમાંથી કરોડો ફરિયાદ થવી જોઈએ. લૂંટ અટકાવીશુ નહીં તો કાયમ લૂંટાતા જ રહીશું.

    ટ્રાયનાં આ આદેશ પછી એરટેલ સહિતની કંપનીઓએ ૩૧ દિવસની વેલિડીટીવાળા કેટલાંક પ્લાન બજારમાં મૂક્યા છે પરંતુ તેમાં વધુ ડેટાની લાલચ આપી પ્લાન મોંઘા બનાવી કંપનીઓએ લૂંટ ચાલુ રાખી છે. ભાવબાંધણુ થવું જોઈએ. કંપનીઓ કાર્ટેલ રચી ગ્રાહકોને લૂંટી રહી છે. પેટ્રોપેદાશોની માફક આ ક્ષેત્રમાં પણ લૂંટ જાણે કે કાયમી બની ચૂકી છે.

    અને, આપ સૌની જાણ ખાતર -- આગામી દિવસોમાં વીજક્ષેત્રને પણ સરકાર બજારહવાલેૂ કરવા તૈયારીઓ કરી ચૂકી છે. પેટ્રોપેદાશો, ટેલિકોમની માફક વીજક્ષેત્રમા પણ ડામ માટે તૈયારી રાખજો.

© સંજય આઝાદ

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...