મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 4, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં જયેશ પટેલ, ગુજસીટોક કેસમાં જામનગરના કોઇ જ પોલીસ અધિકારી, કર્મચારીને આરોપીઓની આજુબાજુ "ફરકવા" દેવામાં આવતાં નથી, સમગ્ર મામલો બહારથી બદલી પામીને આવેલાં અધિકારીઓ જ સંભાળે છે. આ કેસનું સતાવાર બ્રિફિંગ પત્રકારો સમક્ષ આટલાં દિવસોમાં કયારેય થયું નથી. સંપૂર્ણ મામલો ગુપ્ત રાખવામાં આવ્યો છે. કેસનો અંત શું હશે? કેવો હશે? મુખ્ય આરોપીને જામનગર લાવી શકાશે? કેસની રાજકીય અસરો શું હશે? વગેરે બાબતોની ચર્ચા ચા-પાનના પ્રત્યેક ગલ્લે ચાલુ છે. પરંતુ ખરી વિગતોની કોઇને ખબર નથી! જામનગર મહાનગરપાલિકાએ બાકી વેરા મામલે જપ્ત કરેલી મિલ્કતો પૈકી ૨૫૦ મિલ્કતોની હરાજી કરવામાં આવશે. તમામ મિલ્કતોની કિંમત વેલ્યૂઅર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે કોર્પોરેશન હરાજી કરે છે. જામનગરમાં જયેશ પટેલની પત્ની (એક સાંધ્ય દૈનિકના તંત્રી) ધ્રુતિબેન જે. રાણપરિયાને ધમકી આપવાના ગુનામાં ધર્મિન માડમ નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ થઇ છે. નોંધનિય છે કે, જયેશ પટેલ વિરૂધ્ધ અગાઉ ઘણી ફરિયાદો નોંધાયેલી છે. જામનગર નજીકના ચંગાની સીમના જમીન કૌભાંડ સંદર્ભે ભાનુ છૈયા તથા જયંતિ વ્યાસ નામના બે શખ્સોની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છ...