રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા રમતગમ્મત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી આયોજિત ચિત્ર સ્પર્ધા માં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ ચિત્ર સ્પર્ધાનો વિષય છે પ્લે એટ હોમ સ્પર્ધકોએ સ્૪ સાઇઝના (૮.૩" x ૧૧.૭") કાગળ પર કૃતિ પોતાના ઘરે તૈયાર કરી, માઉન્ટીંગ કરાવી તારીખ ૨૩ નવેમ્બર થી તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમ્મત અધિકારી કચેરીએ પહોંચાડવાની રહેશે. કૃતિની પાછળ કૃતિ બનાવનારની તમામ વિગતો લખવાની રહેશે. બાદમાં જામનગર શહેર-ગ્રામ્યમાંથી ૩-૩ ચિત્રો પસંદગી કરી જિલ્લા તથા રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધા ૧૯ ડિસેમ્બરે છે. ૩૦ બેસ્ટ ચિત્રોના સ્પર્ધકો રાજ્યકક્ષાએ સ્થળ પર ચિત્રો બનાવશે જે પૈકી ૧૦ વિજેતાચિત્રોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂપિયા ૨૫૦૦૦, દ્વિતિય વિજેતાને રૂપિયા ૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂપિયા ૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકી અન્ય સાત વિજેતાઓને રૂપિયા ૫૦૦૦ (પ્રત્યેક) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે. વધુ વિગતો મ...