મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 11, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ફલાઇઓવર માટે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા

     જામનગરના પ્રથમ ફલાયઓવર માટે અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયા થયેલી પરંતુ માત્ર એક જ ટેન્ડર આવતા પ્રક્રિયા ત્રીજી વખત યોજવામાં આવી. જેમાં બે પાર્ટીએ ટેન્ડર આપ્યા. જે પૈકી ૧ ટેન્ડર ૪૧ ટકા અને બીજુ ટેન્ડર ૭૦ ટકા "ઓન" છે. ૪૧ ટકાવાળું ટેન્ડર રચના કન્સ્ટ્રકશનનું તથા ૭૦ ટકા ઓનવાળું ટેન્ડર ડી.આર. અગ્રવાલ કંપનીનું છે. રૂપિયા ૧૩૯ કરોડના કામ માટે ૪૧ ટકા ઓન એટલે રૂપિયા ૧૯૫ કરોડ, ૭૦ ટકા ઓન એટલે રૂપિયા ૨૩૬ કરોડ થાય. "ઓન" નું ગણિત સમજાવવા લોખંડ, સ્ટીલ, સિમેન્ટના ભાવવધારાને જવાબદાર લેખવામાં આવે છે.      આ ઓવરબ્રિજ (ફલાયઓવર) માટે નીચે સર્વિસ રોડ વગેરે માટેની કામગીરી કોર્પોરેશનને હજૂ શરૂ કરી નથી. ઇંદિરા રોડ પરિવર્તન નો અહેસાસ કરશે.

વાલસુરામાં પાસિંગ આઉટ પરેડ

જામનગરના નૌકાદળ મથક વાલસુરા ખાતે રડારની કામગીરીઓ અને હથિયારોની તાલીમ લેનાર, પૂર્ણ કરનાર ૧૬૦ જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઇ ગઇ. તેઓને જમીનની નીચે ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોની પણ તાલીમ આપવામાં આવી છે. તેઓએ ટેકનોલોજી તથા નિયંત્રણનું પ્રશિક્ષણ મેળવ્યું છે. વાલસુરાના કમાન્ડ અધિકારી કોમોડોર અજય પટનીએ પરેડનું નિરીક્ષણ કયું<. આ પરેડમાં પ્રશાંતકુમારને સર્વશ્રેષ્ઠ, સર્વમુખી સૈનિક બનવા બદલ એડમિરલ રામનાથ ટ્રોફી, રમેશ ધધારિયાને સર્વેશ્રેષ્ઠ ખેલાડી તરીકે વાલસુરા ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.  તમામ તાલીમાર્થીઓને યોગ્યતા અને પ્રથમ, દ્વિતિય સ્થાન પર ઉતીર્ણ થવા બદલ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું.