મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 19, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નાયબ મામલતદાર વિરુદ્ધ એક મહિલાની ફરિયાદ !

ફાઇલ ફોટો       જામનગર કલેકટર કચેરીમાં આવેલાં જનસેવા કેન્દ્ર ખાતે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો નામનો ATVT વિભાગ છે, જેમાં લોકોને વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવે છે. આ કચેરીમાં કામ કરતાં એક નાયબ મામલતદાર દ્વારા એક મહિલા સાથે અસભ્ય વર્તન થયાની ચર્ચા ઉઠતાં ચકચાર મચી છે.      શહેર મામલતદાર જાહ્નવીબા જાડેજાએ જણાવ્યું છે કે, એક મહિલાએ આ અંગે મૌખિક ફરિયાદ કરી છે, મેં તેઓને લેખિતમાં ફરિયાદ આપવા જણાવ્યું છે. લેખિત રજૂઆત બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.  

જન્માષ્ટમી મેળામાં ખાદ્ય પદાર્થો આરોગતાં પહેલાં સાવચેત રહો....

     સામાન્ય રીતે મેળાઓમાં અથવા જ્યાં મોટો માનવ સમૂહ એકત્ર થતો હોય છે એવાં સ્થળોએ ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીઓ દ્વારા ખાદ્ય ચીજોની ગુણવત્તા અંગે ખાસ દરકાર લેવામાં આવતી હોતી નથી, વળી આવાં સ્થળોએ ખાદ્ય પદાર્થોનાં ભાવો પણ મનમાની રીતે લેવામાં આવતાં હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહેતી હોય છે.      જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો PS ઓડેદરા અને NP જાસોલિયાની ટીમે પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલાં લોકમેળામાં ખાદ્ય પદાર્થોનાં ચેકીંગ દરમિયાન, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા નબળી જતાં આ પ્રકારના ખાદ્ય પદાર્થોનાં મોટાં જથ્થાનો નાશ કર્યો હતો.  

કાલાવડ-જામજોધપુર અને લાલપુર પંથકમાં હળવા ઝાપટાંનો અહેવાલ: એકાદ ઈંચ સુધીનો વરસાદ

ફાઇલ ફોટો       જિલ્લા કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ, આજે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાનાં કાલાવડ-જામજોધપુર અને લાલપુર પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા, મોટા વડાળા, ભલસાણ બેરાજા તથા નવાગામમાં ૧૦-૧૦ મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોટા પાંચદેવડામાં ૧૨ અને ખરેડીમાં એક ઈંચ એટલે કે ૨૫ મિમી વરસાદ નોંધાયો છે : જામજોધપુર તાલુકાના ધુનડામાં ૨, શેઠ વડાળામાં ૫ અને જામવાડીમાં ૬ અને ધ્રાફામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે: લાલપુર પંથકમાં પીપરટોડામાં ૨, ભણગોરમાં ૩ અને મોડપરમાં ૪ તેમજ મોટા ખડબા અને પડાણા ખાતે ૧૦-૧૦ મિમી વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે.

જામનગર SOG નાં પાંચ પોલીસકર્મીઓની ટ્રાફિક પોલીસ શાખામાં બદલીઓ

       તાજેતરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતાં પોલીસકર્મીઓની ફાઈલો સહિતની તમામ વિગતો તપાસી હતી, ત્યારબાદ કુલ ૩૨૯ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે.      આ બદલીઓ અંતર્ગત, જામનગર SOG નાં હિતેશ ચાવડા, દિનેશ સાગઠીયા, અનિરુદ્ધસિંહ ઝાલા, રવિ બુજડ અને સોયબ મકવાને ટ્રાફિક પોલીસ શાખામાં મૂકવામાં આવ્યા છે.

ધંધાર્થીઓ લોકોને વાસી મિઠાઈઓ ખવડાવતાં હોવાનું જાહેર થયું

       જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના ગોકુલનગર વિસ્તારમાં આઠથી વધુ દુકાનોએ ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન, બળેલું તેલ મળી આવતાં ત્રીસ કિલો તેલ અને વીસ કિલો જેટલી વાસી મિઠાઈઓનો નાશ કર્યો હતો અને આ ધંધાર્થીઓ વિરૂધ્ધ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બેડેશ્વર વિસ્તારમાં બોગસ દવાખાનું ધમધમતું ઝડપાયું !

       જામનગર SOG એ બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી ધમધમતું બોગસ દવાખાનું અને આ દવાખાનું ચલાવતાં બોગસ તબીબને ઝડપી લીધો છે. રઝવી ક્લિનિક નામનું આ દવાખાનું જિલાની ઈલિયાસ શિવાણી નામનો શખ્સ ચલાવતો હતો, જેની પાસે કોઈ જ ડિગ્રી ન હોવાં છતાં તે ડોક્ટર બની બેઠો હતો. આ શખ્સ મોરકંડા રોડ પર આવેલી સનસિટી સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.       SOG નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ દરોડો પાડી તબીબી વ્યવસાયને લગતી ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

પાછલાં ૨૪ કલાકમાં જિલ્લામાં હળવા ઝાપટાં

  File Photo      જિલ્લા કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ, આજે શુક્રવારે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાનાં જામજોધપુર, જામનગર, ધ્રોલ તથા લાલપુર પંથકમાં ૩ મિમી થી માંડીને ૧૧ મિમી વરસાદ નોંધાયો છે, આ ચાર તાલુકામાં આ વરસાદ હળવા છાંટાનાં રૂપમાં પડ્યો હતો.

આચાર્યોની બદલીઓ રદ, પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ

       જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થોડાં સમય પહેલાં સમિતિ હસ્તકની ત્રણ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ( આચાર્ય) ની બદલીઓ કરવામાં આવી હતી. જે-તે સમયે આ બદલીઓમાં ચોક્કસ પ્રકારની ગોઠવણ થયાનો આક્ષેપ જાહેર થયા બાદ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા દ્વારા ગાંધીનગર ખાતે ઉપરોક્ત બદલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનાં અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ છૂટ્યો છે કે, ઉપરોક્ત ત્રણેય બદલીઓના આદેશ રદ્ કરવામાં આવે.      અત્રે નોંધનીય છે કે, જે-તે સમયે, સમિતિએ પાણાખાણ શાળા નં. ૧૯ નાં આચાર્યા દીપા મહેતાની બદલી જોડિયા ભૂંગાના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળા નં. ૩૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારમાં આવેલી શાળા નં. ૫૦ નાં આચાર્ય જયેશ વ્યાસની બદલી બેડેશ્વર વિસ્તારમાં શાળા નં. ૨૭/૫૧ માં કરવામાં આવી હતી. અને, જોડિયા ભૂંગાની શાળા નં. ૩૦ માંથી આચાર્યા હેમાંગિની ખાણધરની બદલી ગાંધીનગર વિસ્તારમાં શાળા નં. ૫૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર કક્ષાએથી બદલીઓના આ હુકમ રદ્દ થતાં હવે ત્રણેય મુખ્ય શિક્ષકોને પોતાની મૂળ જગ્યાએ, ...

શીતળા સાતમે નાગેશ્વરમાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

       ગઈકાલે શ્રાવણ માસની સાતમ નિમિત્તે સંખ્યાબંધ શ્રધ્ધાળુ ભાઈઓ અને બહેનો નાગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલા શ્રી શીતળા માતા મંદિરે પૂજા- દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શીતળા સાતમ તહેવારનું મહત્વ વિશેષ છે. આજનાં આધુનિક યુગમાં પણ બોળચોથથી માંડીને શીતળા સાતમ સુધીનાં લોક તહેવારોનું આપણે ત્યાં વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે.

શહીદભૂમિ ભૂચરમોરી ખાતે ૫,૦૦૦ રાજપૂત યુવાઓએ ૧૧ મિનિટ સુધી શૌર્યરાસ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો

     જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી  ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ ભાજપના પ્રદેશ મહામંત્રી  પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.  ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.      શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન" માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી  ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નિરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવ...