![]() |
| ફાઇલ ફોટો |
જામનગર કલેકટર કચેરીમાં આવેલાં જનસેવા કેન્દ્ર ખાતે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો નામનો ATVT વિભાગ છે, જેમાં લોકોને વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવે છે. આ કચેરીમાં કામ કરતાં એક નાયબ મામલતદાર દ્વારા એક મહિલા સાથે અસભ્ય વર્તન થયાની ચર્ચા ઉઠતાં ચકચાર મચી છે.
શહેર મામલતદાર જાહ્નવીબા જાડેજાએ જણાવ્યું છે કે, એક મહિલાએ આ અંગે મૌખિક ફરિયાદ કરી છે, મેં તેઓને લેખિતમાં ફરિયાદ આપવા જણાવ્યું છે. લેખિત રજૂઆત બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. |

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો