જામનગર SOG એ બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી ધમધમતું બોગસ દવાખાનું અને આ દવાખાનું ચલાવતાં બોગસ તબીબને ઝડપી લીધો છે. રઝવી ક્લિનિક નામનું આ દવાખાનું જિલાની ઈલિયાસ શિવાણી નામનો શખ્સ ચલાવતો હતો, જેની પાસે કોઈ જ ડિગ્રી ન હોવાં છતાં તે ડોક્ટર બની બેઠો હતો. આ શખ્સ મોરકંડા રોડ પર આવેલી સનસિટી સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
SOG નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ દરોડો પાડી તબીબી વ્યવસાયને લગતી ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો