સામાન્ય રીતે મેળાઓમાં અથવા જ્યાં મોટો માનવ સમૂહ એકત્ર થતો હોય છે એવાં સ્થળોએ ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીઓ દ્વારા ખાદ્ય ચીજોની ગુણવત્તા અંગે ખાસ દરકાર લેવામાં આવતી હોતી નથી, વળી આવાં સ્થળોએ ખાદ્ય પદાર્થોનાં ભાવો પણ મનમાની રીતે લેવામાં આવતાં હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહેતી હોય છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો PS ઓડેદરા અને NP જાસોલિયાની ટીમે પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલાં લોકમેળામાં ખાદ્ય પદાર્થોનાં ચેકીંગ દરમિયાન, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા નબળી જતાં આ પ્રકારના ખાદ્ય પદાર્થોનાં મોટાં જથ્થાનો નાશ કર્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો