![]() |
| ફાઇલ ફોટો |
જિલ્લા કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ, આજે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાનાં કાલાવડ-જામજોધપુર અને લાલપુર પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા, મોટા વડાળા, ભલસાણ બેરાજા તથા નવાગામમાં ૧૦-૧૦ મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોટા પાંચદેવડામાં ૧૨ અને ખરેડીમાં એક ઈંચ એટલે કે ૨૫ મિમી વરસાદ નોંધાયો છે : જામજોધપુર તાલુકાના ધુનડામાં ૨, શેઠ વડાળામાં ૫ અને જામવાડીમાં ૬ અને ધ્રાફામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે: લાલપુર પંથકમાં પીપરટોડામાં ૨, ભણગોરમાં ૩ અને મોડપરમાં ૪ તેમજ મોટા ખડબા અને પડાણા ખાતે ૧૦-૧૦ મિમી વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો