જામનગર મહાનગરપાલિકાના વર્તમાન શાસકો, પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થાય છે. આખરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક કાલે શુક્રવારે યોજાઇ ગઇ. મેયર હસમુખભાઇ જેઠવાએ મહાનગરપાલિકાની તમામ શાળાઓના કુલ રૂપિયા ૮૦૪ કરોડના અત્યાર સુધીના કામોની વિગતો જાહેર કરી સૌનો આભાર વ્યકત કર્યો છે. પ્રદેશ ભાજપાના અધ્યક્ષ પાટિલે સોશિયલ મીડિયામાં પત્રના માધ્યમથી દાવો કર્યો કે, પાછલાં ૧૮ વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોની આવક ૧૬ ગણી વધી. બાદમાં ઉહાપોહ થતાં, બે કલાકમાં તેઓએ આ પોસ્ટ ડીલીટ કરી છે. સરકારે ૪૮ પ્રોબેશ મામલતદારોને નિમણૂંક આપી છે. ધાર્મિક વિનોદભાઇ ડોબરિયાને લાલપુર તથા ઇશિતા પ્રદીપકુમાર મેરને કાલાવડ મૂકવામાં આવ્યા છે. સંજય સંગનભાઇ કેશવાલાને દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં નિમણૂંક આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પૂનાની જિનિવા કંપનીને વેકસીનના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે, જે પ્રથમ ભારતીય વેકસીન છે. તે મેસેન્જર આરએનએ ટેકનિક પર આધારિત છે. દુનિયામાં વેકસીનનું કામ કરતી ૧૪૨ કંપનીઓ પ્રાથમિક સ્ટેજમાં છે. ૪૨ કંપનીઓ પ્રથમ-૨૯ કંપનીઓ બીજા તબક્કાની ટ્રાયલમાં, ૧૪ કંપનીઓની ટ્રાયલ ત્રીજા તબક્કામાં, એક માત્ર ફાઇઝર વેકસીનને ઉપય...