મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગર મહાનગરપાલિકાના વર્તમાન શાસકો, પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થાય છે. આખરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક કાલે શુક્રવારે યોજાઇ ગઇ. મેયર હસમુખભાઇ જેઠવાએ મહાનગરપાલિકાની તમામ શાળાઓના કુલ રૂપિયા ૮૦૪ કરોડના અત્યાર સુધીના કામોની વિગતો જાહેર કરી સૌનો આભાર વ્યકત કર્યો છે.
  • પ્રદેશ ભાજપાના અધ્યક્ષ પાટિલે સોશિયલ મીડિયામાં પત્રના માધ્યમથી દાવો કર્યો કે, પાછલાં ૧૮ વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોની આવક ૧૬ ગણી વધી. બાદમાં ઉહાપોહ થતાં, બે કલાકમાં તેઓએ આ પોસ્ટ ડીલીટ કરી છે.
  • સરકારે ૪૮ પ્રોબેશ મામલતદારોને નિમણૂંક આપી છે. ધાર્મિક વિનોદભાઇ ડોબરિયાને લાલપુર તથા ઇશિતા પ્રદીપકુમાર મેરને કાલાવડ મૂકવામાં આવ્યા છે. સંજય સંગનભાઇ કેશવાલાને દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં નિમણૂંક આપવામાં આવી છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પૂનાની જિનિવા કંપનીને વેકસીનના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે, જે પ્રથમ ભારતીય વેકસીન છે. તે મેસેન્જર આરએનએ ટેકનિક પર આધારિત છે.
  • દુનિયામાં વેકસીનનું કામ કરતી ૧૪૨ કંપનીઓ પ્રાથમિક સ્ટેજમાં છે. ૪૨ કંપનીઓ પ્રથમ-૨૯ કંપનીઓ બીજા તબક્કાની ટ્રાયલમાં, ૧૪ કંપનીઓની ટ્રાયલ ત્રીજા તબક્કામાં, એક માત્ર ફાઇઝર વેકસીનને ઉપયોગની મંજૂરી અમેરિકા તથા જર્મનીમાં આપવામાં આવી છે.
  • જામનગરના ૩ ખાનગી તબીબો ડો. ભરત છાયા (મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇના પિતા) ડો. મિતા પટેલ તથા ડો. કલ્પના ખંઢેરિયાએ કોરોનાની સારવાર જી.જી. હોસ્પિટલમાં મેળવી છે અને સ્વસ્થ થયા છે. સારવારની પ્રશંસા કરી છે.
  • જામનગર જિલ્લામાં કોરોના વેકસીન માટે સિનિયર સિટીઝનનો સર્વે કરવામાં આવે છે. ૫૦ વર્ષથી ઉપરના લોકોની યાદી બનાવવામાં આવે છે. ૩ દિવસ આ સર્વે બાદ ૫૦ થી નીચેની વયના વિવિધ રોગો ધરાવતા દર્દીઓની યાદી બનાવવામાં આવશે. બીએલઓ આશા વર્કર કામગીરી કરે છે. જામનગરમાં એવરેજ ૫.૧૪ ટકા લોકો પોઝિટીવ જાહેર થાય છે. ૨.૮૦ લાખ લોકોના ટેસ્ટિંગ થયા, ૯૩૩૫ પોઝિટીવ, જે પૈકી ૯૫ ટકા લોકો સાજા થયા.
  • સુરતનું ઓલપાડ પોલીસ સ્ટેશન વિવાદમાં છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં શરાબ, દારૂનો બેફામ ધંધો થાય છે. બે વર્ષ દરમિયાન વિવાદમાં સપાયેલાં ૩ પીઆઇ, ૩ પીએસઆઇ તથા ૭ એએસઆઇ સસ્પેન્ડ થયા છે!
  • જીએસટી ઇ વે બિલમાં વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ઉંઝાના હિરેન પટેલની ધરપકડ થઇ છે.
  • ખેડૂત આંદોલનમાં પંજાબથી વધુ ૩૦ હજાર ખેડૂતો ટ્રેકટર, ટ્રોલી (૭૦૦)માં દિલ્હી પહોંચ્યા: ગુપ્તચર તંત્રનો દાવો, સામ્યવાદી પક્ષોએ આંદોલન કબજે કયું<: ખેડૂતોએ ગુરૂગ્રામ બોર્ડર પર ડેરો જમાવ્યો: સરકારે તાકીદના ઓર્ડર માટે ૬૦ મેજિસ્ટ્રેટને આંદોલનના સ્થળે તૈનાત કર્યા. ખેડૂતો દિલ્હીને વધુ પ્રમાણમાં ઘેરશે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...