મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 10, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સગીરાનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી ઝડપાઈ ગયો

     જામનગર નજીકના નાધેડી ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રાહુલ જેઠાભાઇ સાગઠીયાને ગણતરીની કલાકોમાં પકડીપાડતી પંચકોશી "બી" ડીવીઝન પોલીસ.        આ કામગીરી ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માગદર્શન હેઠળ પીએસઆઇ જયદીપસિંહ પરમારની સુચનાથી સ્ટાફના નિર્મળસિંહ જાડેજા તથા શિવરાજસિંહ જાડેજાની બાતમીને આધારે કરવામાં આવી હતી.  

વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં....

     જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ મહોત્સવ દરમિયાન સૌથી મોટી 23ફૂટ 2.5ઇંચ ની માર્કર પેન બનાવી નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે.      દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત માત્ર 24કલાકમાં 23ફૂટ 2.5ઇંચ ની સૌથી મોટી માર્કર પેન બનાવવામાં આવી છે. 23ફૂટ 2.5ઇંચ ની અત્યાર સુધીની વિશ્વની સૌથી મોટી માર્કર પેન જામનગરમાં બનાવાઈ છે. જેને લઇને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જામનગરની વધુ એક સિદ્ધિ નોંધાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જામનગરના એઇટ વન્ડર ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતા શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં 26માં વર્ષે 9 મો વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. તેમ એઇટ વન્ડર્સ ગ્રુપના ભરતસિંહ પરમારે જણાવ્યું હતું.      જામનગરે નવો રેકોર્ડ સર્જી ગિનિસ બુકમાં દાવો ...

ભગવાન ગણેશજીને ભાવભરી વિદાય....

     છોટી કાશી જામનગરમાં શુક્રવારે ગણેશોત્સવનો અંતિમ દિવસ હોય, સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ અને સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળો વગેરે દ્વારા દુંદાળા દેવ શ્રી ગણેશજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. વિદાયના આ કાર્યક્રમો વાજતેગાજતે પરંપરા મુજબ યોજવામાં આવ્યા હતાં અને નગરજનોએ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.  

તળાવ બ્યુટીફિકેશન તૂટી પડ્યું.....

          જામનગરમાં તળાવની પાળે કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરનાં વર્ષોમાં બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી ગેટ નંબર બે નજીક લેસર શો નિહાળવા માટે બનાવવામાં આવેલો ડોમ શુક્રવારનાં સામાન્ય વરસાદ-ભારે પવન દરમિયાન તૂટી પડ્યો હતો ! સદભાગ્યે આ દુર્ઘટનામાં વધુ માણસોને ઈજાઓ પહોંચી નથી, જાનહાનિ થઈ નથી. કેટલાંક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.