મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 16, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શરાબની ૭૧ બોટલ સાથે ત્રણ આરોપી મળી આવ્યા....

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઇ ગોસાઈની ટીમે પ્લોટ - ૫૮ માંથી કુલ ત્રણ આરોપીઓને શરાબની કુલ ૭૧ બોટલ સાથે શોધી કાઢ્યા છે. પ્લોટ ૫૮ દારૂનો દરિયો છે ! આ શખ્સોના નામ ચિરાગ કટારમલ, સાગર હુરબડા અને રાજ લખિયર છે.      પોલીસ ચોકીમાં મુદ્દામાલ સાથે આ આરોપીઓનાં ફોટા લેવામાં આવ્યા ત્યારે આરોપીઓનાં મોઢાં પર રહસ્યમય અને પોલીસ નાં મોંઢા પર કામ પાર પડયાનો સંતોષ જતાવતુ હાસ્ય જોવા મળી રહ્યું છે. સમગ્ર પ્રસંગ ખુશખુશાલ દેખાઈ રહ્યો છે.

સુમેરક્લબ નજીકથી ચોર પકડાયો....

     જામનગરની સિટી એ ડિવિઝન પોલીસે સુમેર ક્લબ નજીકથી ઘરફોડ ચોરીનાં એક આરોપીને ચોરીનાં મુદ્દામાલ પૈકી રૂ. ૫૦,૦૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધો છે. આ શખ્સ મહેસાણા જિલ્લાનો છે. તેની વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો એક ગુન્હો નોંધાયેલો છે.સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાં નવાં પીઆઇ એમ બી ગજ્જર નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોઢવાડીયા ની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે. 

ઉદ્યોગનગરમાં કારખાનામાં અકસ્માત, યુવાન કારીગરનુ મોત....

     જામનગરમાં દરેડ જીઆઇડીસી ખાતે પરફેક્ટ મેટલ એલોયઝ નામનું બ્રાસ કારખાનું આવેલું છે. આ સ્થળે આખી બ્રાસ ભઠ્ઠી પડી જતાં, આ અકસ્માતમાં ૩૫ વર્ષનાં એક પરપ્રાંતિય કારીગરનુ મોત નિપજ્યું છે.      આ સ્થળે ભઠ્ઠીની પ્રદૂષણ અંગેની માહિતી દર્શાવતું બોર્ડ છે. જે સંપૂર્ણ બ્લેન્ક છે, તેનો અર્થ એવો થાય કે, પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓ કે ફેક્ટરી ઇન્સ્પેકશન અધિકારીઓ ક્યારેય ઉદ્યોગમાં પોતાની ફરજો પૂરી કરવા ફરકતાં નથી. ભઠ્ઠીનાં ભાગીદારોના નામ વિમલ સોનગરા, લાલજી કટેશિયા, સુનિલ કટેશિયા છે..  

રખડતાં ઢોર આપનું સ્વાગત કરે છે.....

     જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર " રખડતાં ઢોર આપનું સ્વાગત કરે છે " એવાં બોર્ડ મૂકવાનો સમય પાકી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે સ્ટેશન પર " ઓઈલ સિટી જામનગરમાં આપનું સ્વાગત છે " એવાં બોર્ડ છે. આ જ રેલવે સ્ટેશન પર એક પશુ આરામથી પોલીસ ચોકી નજીકની કચરાપેટીમાંથી ગંદકી આરોગી રહેલું દ્રશ્યમાન થાય છે.  

ડ્રગ્સનાં ગુનાનો ફરાર આરોપી ઝડપાઈ ગયો.

 જામનગર જિલ્લામાં મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે એક પંજાબી શખ્સ વિરુદ્ધ આ વર્ષે જ ડ્રગ્સનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો. જગદીપસિંગ લખબીરસિંગ ખેરા (મૂળ રહે. ભલાઇપુર ડોગરાન, જીલ્લો તર્નતારન,પંજાબ) નામનો આ શખ્સ જોગવડ ગામમાં રહે છે અને આ શખ્સ મોટી ખાવડી વિસ્તારમાં બેઠો છે એવી બાતમીના આધારે શષ્ઘ નાં પીએસઆઇ એ એસ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે.