જામનગરમાં દરેડ જીઆઇડીસી ખાતે પરફેક્ટ મેટલ એલોયઝ નામનું બ્રાસ કારખાનું આવેલું છે. આ સ્થળે આખી બ્રાસ ભઠ્ઠી પડી જતાં, આ અકસ્માતમાં ૩૫ વર્ષનાં એક પરપ્રાંતિય કારીગરનુ મોત નિપજ્યું છે.
આ સ્થળે ભઠ્ઠીની પ્રદૂષણ અંગેની માહિતી દર્શાવતું બોર્ડ છે. જે સંપૂર્ણ બ્લેન્ક છે, તેનો અર્થ એવો થાય કે, પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓ કે ફેક્ટરી ઇન્સ્પેકશન અધિકારીઓ ક્યારેય ઉદ્યોગમાં પોતાની ફરજો પૂરી કરવા ફરકતાં નથી. ભઠ્ઠીનાં ભાગીદારોના નામ વિમલ સોનગરા, લાલજી કટેશિયા, સુનિલ કટેશિયા છે..

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો