મુખ્ય સામગ્રી પર જાઓ

શરાબની ૭૧ બોટલ સાથે ત્રણ આરોપી મળી આવ્યા....


 જામનગરમાં દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઇ ગોસાઈની ટીમે પ્લોટ - ૫૮ માંથી કુલ ત્રણ આરોપીઓને શરાબની કુલ ૭૧ બોટલ સાથે શોધી કાઢ્યા છે. પ્લોટ ૫૮ દારૂનો દરિયો છે ! આ શખ્સોના નામ ચિરાગ કટારમલ, સાગર હુરબડા અને રાજ લખિયર છે.

    પોલીસ ચોકીમાં મુદ્દામાલ સાથે આ આરોપીઓનાં ફોટા લેવામાં આવ્યા ત્યારે આરોપીઓનાં મોઢાં પર રહસ્યમય અને પોલીસ નાં મોંઢા પર કામ પાર પડયાનો સંતોષ જતાવતુ હાસ્ય જોવા મળી રહ્યું છે. સમગ્ર પ્રસંગ ખુશખુશાલ દેખાઈ રહ્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

રૂ. પાંચ લાખની ચોરીમાં ભત્રીજો આરોપી નીકળ્યો

       જામનગરમાં લંઘાવાડ ઢાળિયા નજીક આવેલી બાજરીયા બ્રધર્સ નામની પેઢીનાં સંચાલકના ઘરમાંથી ગત્ ૨૨ મીએ રૂ. પાંચ લાખની રોકડની ચોરીની ફરિયાદ પછી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાઢેરની ટીમે જામનગરથી મુંબઈ જતી એક ટ્રાવેલ્સ બસમાંથી આરોપી સરફરાઝ હુશેન આંબલિયા નામનાં મજૂરને રૂ. પાંચ લાખની રોકડ, આધારકાર્ડ તથા પાનકાર્ડ સાથે ઝડપી લીધો છે. આરોપીએ પોતાનાં કૌટુંબિક કાકાનાં ઘરમાં ચોરી કરી હોવાનું અને તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.