જામનગર થી 30 કિ.મી દૂર આવેલ ગજણા ગામમાં ભોળેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો જામનગર થી પદયાત્રા કરીને જાય છે. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને જામનગર થી ભોલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચ્યા હતા ત્યારે શિવભક્તો પદયાત્રા કરીને જતા હોય છે તે દરમિયાન સેવાકીય કેમ્પ યોજવામાં આવે છે જ્યારે દર સોમવારે ભવ્ય કેમ્પ યોજવામાં આવે છે . સરદાર બાગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના સાંસદ પણ આરતીમાં જોડાયા હતા ત્યાં બાદ પદયાત્રીઓને પ્રસાદ આપી સેવાકીય કાર્યમાં લાભ લીધો હતો તેમ જ પદયાત્રીઓ જતા હતા ત્યારે કેમ્પમાં મહિલાઓ સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ શિવમયી વાતાવરણમાં ગરબે રમ્યા હતા. જામનગર થી ભોળેશ્વર જતા સમગ્ર રસ્તે પણ શિવ ભજન અને હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શિવભક્તો દ્વારા પ્રસાદ માં ફરાળ , ડ્રાયફુટ અને નાસ્તાની વ્યવસ્થા ક...